ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેચી બેંકમાં લોન લેનાર ખેડૂતોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંકમાં લોન જેટલી બાકી હોય તેના  25 ટકા જ ભરવાના રહેશે. બાકીની લોન માફ કરવામાં આવી છે, તેમ નવસારીના સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી હતી. 


તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હાજર ખેડૂતોને ફાયદો થશે. 


ગુજરાતના આ પાટીદાર IAS અધિકારીએ આપ્યું રાજીનામું, ચૂંટણી લડશે? જાણો કઈ સંસ્થા સાથે છે જોડાયેલા?


રાજકોટઃ  અધિક કલેકટર જે.કે. પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. નિવૃત્તિને એક વર્ષ પહેલાં રાજીનામુ આપ્યું. કડવા પાટીદાર અધિકારીએ અચાનક રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. જે.કે. પટેલ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી છે. રાજકોટ અથવા સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી જે.કે પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી શકે.


કડવા પાટીદાર સામાજિક ચહેરો ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ. રાજકોટમાં પાટીદાર IAS ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પણ જે કે પટેલ. સૌરાષ્ટ્રના કડવા પટીદારોની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જે કે પટેલ. આ પહેલા અનેક પાટીદાર અધિકારીઓ ભૂતકાળમાં ચુંટણી લડી ચુક્યા છે.


Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોતથી હાહાકાર, હજુ 229 દર્દીઓ વેન્ટિલેટર પર


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈ કાલે ફરી એકવાર વધારો થયો છે.  રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338  કેસ નોંધાયા છે. ગઈ કાલે 38 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તેમજ હજુ રાજ્યમાં  229 લોકો વેન્ટીલેટર પર છે. 75235 લોકો સ્ટેબલ છે.  રાજ્યમાં છેલ્લા 5 જ દિવસમાં 166 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.  


આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 75464 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1083022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10511 લોકોના મોત થયા છે. બીજી તરફ આજે 16629  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.65 ટકાએ પહોંચ્યો છે.  આજે 4,49,165 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2654, વડોદરા કોર્પોરેશનમાં 1712, વડોદરા 484,  રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, પાટણ  224,   ગાંધીનગર કોર્પોરેશનમાં 223, બનાસકાંઠા 212, કચ્છ 210, રાજકોટ 160, ભરુચ 145, સુરત 137, મહેસાણા 130, મોરબી 116, ખેડા 112, પંચમહાલ 98, આણંદ 95, જામનગર કોર્પોરેશન 95, સાબરકાંઠા 84, વલસાડ 81, ભાવનગર કોર્પોરેશન 80, ગાંધીનગર 64, અમરેલી 61, અમદાવાદ 48, જૂનાગઢ કોર્પોરેશન 46, નવસારી 39, ગીર સોમનાથ 37, સુરેન્દ્રનગર 37, તાપી 34, દાહોદ 33, જૂનાગઢ 30, જામનગર 21, છોટા ઉદેપુર 16, દેવભૂમિ દ્વારકા 16,  મહીસાગર 16, ડાંગ 13, ભાવનગર 12, નર્મદા 11, અરવલ્લી 10, બોટાદ 5 અને પોરબંદરમાં 5 કેસ નોંધાયા છે. 


આજે કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત  કોર્પોરેશનમાં 3,  રાજકોટ 2,  સુરત 2,પંચમહાલ 1,   જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1,  ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમરેલી 1, નવસારી 2, જામનગર 1,  દેવભૂમિ દ્વારકામાં  1, ભાવનગર 3 અને બોટાદમાં 1  દર્દીનું કોરોનાથી મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 39 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1154  લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 7808 લોકોને પ્રથમ અને 21030 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30142 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 94186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 36643 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 205480 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ  આપવામાં આવ્યો છે.  પ્રીકોશન ડોઝ 52684 લોકોને અપાયો છે.  આજે કુલ 4,49,165 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,83,82,401 લોકોને રસી અપાઈ છે.