Crime News:ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજ સીટના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ કૌશલ કિશોરના ઘરે હત્યાની ઘટના બની છે.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સાંસદ કૌશલ કિશોરના ઘરે ફાયરિંગ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસને ઘટના સ્થળેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.
આ સમગ્ર મામલો ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેગરિયા ગામનો જણાવવામાં આવી રહ્યો છે. મૃતક વિનય શ્રીવાસ્તવના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોર દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં વિનયનું મૃત્યુ થયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિનય શ્રીવાસ્તવ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોરનો નજીકનો મિત્ર હતો. અહેવાલ મુજબ ગોળી ચલાવવામાં આવી ત્યારે ઘરમાં ઘણા લોકો હાજર હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિનયનું મોત ગોળી વાગવાથી થયું હતું. ગોળી સીધી તેના માથામાં વાગી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ પહોંચી ગઈ, તેની સાથે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.
આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગોળી કેવી રીતે ચલાવવામાં આવી, કોણે ફાયરિંગ કર્યું, કયા સંજોગોમાં ફાયરિંગ કર્યું તે અંગેની માહિતી પોલીસ એકત્ર કરી રહી છે.આ મામલે મંત્રી કૌશલ કિશોરે કહ્યું છે કે, તેમને આ સમાચારની જાણ થતાં જ તેમણે તરત જ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો
રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ
Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી