પથાનામથિટ્ટાઃ કેરળમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. માત્ર 27 દિવસના બાળકનું માથું દીવાલ સાથે ભટકાવીને તેની હત્યા કરવાના આરોપમાં તેની માતાની ધરપકડ કરવામાં આવી છે.


જન્મથી જ બાળક બીમાર રહેતું હતું


પોલીસે જણાવ્યું કે, બાળકનો જન્મ થયો ત્યારથી જ બીમાર રહેતું હતું. જેનાથી પરેશાન થઈને 21 વર્ષીય માતાએ આ પગલું ભર્યું હતું. આ ઘટના 9 ડિસેમ્બરે બની હતી. તે દિવસે શિશુને 11 વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું, ડોક્ટરોએ તપાસ બાદ બાળકને પરત ઘરે મોકલી દીધું હતું. પરંતુ બે દિવસ બાદ હાલત વધારે ખરાબ થઈ અને જે બાદ હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં તેનું મોત થયું હતું.


કેવી રીતે ઘટનાનો થયો પર્દાફાશ


પોલીસે એમ પણ જણાવ્યું, આ ઘટના બાદ આશ્રમ ચલાવતાં ફાધર જોજી થોમસના નિવેદનના આધારે મામલો નોંધ્યો હતો. મહિલા આશ્રમના રસોઈ ઘરમાં કામ કરે છે અને 45 વર્ષીય પ્રેમી સાથે રહે છે. શિશુનું 10 ડિસેમ્બરે પોસ્ટમોર્ટમ થયા બાદ ડોક્ટરોએ પોલીસને જણાવ્યું કે, બાળકના માથામાં ઇજાના નિશાન છે. જે બાદ પોલીસે બાળકના માતા-પિતાની પૂછપરછ કરી હતી.


મહિલોના ફોન દ્વારા પ્રેમી સાથે થયો હતો સંપર્ક


પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, મહિલા અને તેના પ્રેમીનો ફોન દ્વારા સંપર્ક થયો હતો. જે બાદ બંને આશ્રમમાં સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, શિશુના પિતા પહેલાથી પરણિત હતી અને મહિલાને પણ આ વાતની જાણકારી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં મહિલાએ સ્વયં તેના બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.