ગાંધીનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 50 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે અને તેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 98 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 65 ટકા, સૌરાષ્ટ્રમાં 52 ટકા, મધ્ય ગુજરાતમાં 41 ટકા અને ઉત્તર ગુજરાતમાં 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 27 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 36 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 17 ડેમ છે એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 66 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.
CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ
CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા