Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યા કેસમાં શું થયો ખુલાસો? કશ્યપે કેમ કરી હત્યા? જાણો વિગત
મનાઇ રહ્યું છે કે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકાના દાયરામાં છે. કશ્યપ અને ધરતીએ વિમાંશીની હત્યાને અંજામ આપ્યા બાદ જે છરી થી હત્યાને અંજામ આપ્યો તે કશ્યપ સ્પોટ પર જ ભૂલી ગયો હતો. જેથી રાત્રે 3 વાગ્યે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરી કોઈના હાથે ન લાગે તેથી ક્યાંક ફેંકી આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કહ્યું છે કે, આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે વાતચીતના સબંધ હતા, પરંતુ આ સબંધોમાં કોઈ પ્રોબ્લેમ હતા, જેને લઈ હત્યાને અંજામ અપાયો છે. ત્યારે એવા સવાલ ઉઠી રહ્યા છે કે, વિમાંશી રિલેશનશિપ માટે ના પાડતી હતી કે કશ્યપ? કારણ કે ચર્ચાઓ થઇ રહી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા દબાણ કરી રહી હતી.
પોલીસના કહેવા પ્રમાણે વિમાંશીને કોલ કરી કશ્યપે મળવા બોલાવી હતી અને ત્યાબાદ બંને જોડે વાતચીત થઇ અને ઝઘડો થયા બાદ હત્યા થઇ. ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીએ વિમાંશી હત્યા કેસને લઇ મોટો ખુલાસો કર્યો છે કે, આરોપી કશ્યપ અને ધરતી બંને લગ્ન કરવાના હતા જેના કારણે આ હત્યાને ધરતી અને કશ્યપે અંજામ આપ્યો.
આ સવાલના જવાબમાં ગીર સોમનાથ પોલીસ વડાનું કેહવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે કે કોણ કોના જોડે રિલેશન રાખવા નહોતું માંગતું. ગળા અને ગાળા નીચે 30થી 40 જેટલા ચપ્પુના ઘા ઝીંકી વિમાંશીની હત્યા કરવામાં આવી છે.
કાળી ચૌદસના દિવસે કોડીનારના ઉના બાયપાસ પર ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિમાંશી નો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે કશ્યપ વિજય પુરોહિત અને ધરતી જયપ્રકાશ ઉપાધ્યાય ની ધરપકડ કરી હતી. જો કે, ચકચારી હત્યા કેસમાં શું કારણથી વિમાંશીની કરપીણ હત્યા થઇ તેનો ગીર સોમનાથ એસપીએ આખરે ખુલાસો કર્યો છે.
કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યાકાંડમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી કશ્યપ અને ધરતીને લગ્ન કરવા હતા. આ વાતને લઈને વિમાંશી સાથે માથાકૂટ થતાં કશ્યપે વિમાંશીની હત્યા કરી નાંખી હતી. ગઈ કાલે કોડીનારમાં વેપારીઓ અને સર્વ સમાજે મૌન રેલી યોજી કેસ ફર્સ્ટક કોર્ટમાં ચલાવવા અને આરોપી ને કડક સજા આપવા માંગ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -