મહિલા T20 વર્લ્ડકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ન્યૂઝિલેન્ડને 34 રનથી આપી હાર
નવી દિલ્હીઃ ભારતે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપના ગ્રુપ બીના પ્રથમ મુકાબલામાં ન્યૂઝિલેન્ડને 34 રનથી હાર આપીને વિજયી પ્રારંભ કર્યો થે. ભારતના 194 રનના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાહર રોડ્રિગેઝની મહત્વની ભૂમિકા રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમે એક સમયે 40 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ હરમનપ્રીત અને રોડ્રિગેઝે ચોથી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી.
હરમનપ્રીતે ઈનિંગમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 51 બોલમાં 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રીત કૌર ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.
હરમનપ્રીત કૌરે આક્રમક ઈનિંગ રમતાં 103 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગેઢે પણ 59 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી તાહુહુએ બે વિકેટ લીધી હતી.
કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ 50 રન 33 બોલમાં અને બીજા 50 રન માત્ર 16 બોલમાં જ કર્યા હતા. હરમનપ્રીતની આ પ્રથમ ટી20 સદી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -