Kanpur News: ઉત્તરપ્રદેશના કાનપુરમાં લવ જિહાદ મામલે કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત 30 હજારનો દંડ પણ કર્યો છે. આરોપી જાવેદ નામના વ્યક્તિએ એક સગીરાને મુન્ના નામ બતાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તેને ભગાડીને નિકાહ કરવાની તૈયારીમાં હતો.


ક્યારે બની હતી ઘટના


સાડા ચાર વર્ષ પહેલા કાનપુરના જુહી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો, દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. જેમાં સોમવારે આરોપી જાવેદ ઉર્ફે મુન્નાને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી. ડીજીસી ક્રિમિનલ, દિલીપ અવસ્થીએ કહ્યું, કાનપુરમાં લેવ જિહાદ કરનારા આરોપીને પ્રથમ સજા છે. જેમાં અદાલતે 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે.


આ મામલો 15 મે 2017નો છે. જૂહી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને જાવેદ ઉર્ફે મુન્નો ભગાડીને લઈ ગયો હતો. 17 મે, 2017ના રોજ મુન્ના સામે એફઆઈઆર નોંધાઈ હતી. મુન્નાને બે દિવસ બાદ સગીરા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના પર પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.


સોમવારે કાનપુર કોર્ટે આરોપી જાવેદ ઉર્ફે મુન્નાને દોષી માનીને 10 વર્ષની સજા સંભળાવી અને 30 હજારનો દંડ પણ કર્યો. જાવેદ મુન્નો નામ ધારણ કરીને 2017માં સગીરાને જાળમાં ફસાવી હતી. આ લવ જિહાદનો મામલો હતો. કાનપુરમાં લવ જિહાદ મામલે આ પ્રથમ સજા છે.


આ પણ વાંચોઃ ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો


મોંઘા છૂટાછેડાઃ દુબઈના રાજાએ પત્નીને ચૂકવવા પડશે અધધ કરોડ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે


 દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો ઓમિક્રોનનો આંકડો કેટલા પર પહોંચ્યો