Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મોંઘા છૂટાછેડાઃ દુબઈના રાજાએ પત્નીને ચૂકવવા પડશે અધધ કરોડ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
વિશ્વમાં વધુ એક સૌથી મોંઘા છૂટાછેડાનો કેસ સામે આવ્યો છે. બ્રિટનની કોર્ટે દુબઇના શાસકને તેની પત્નીને છૂટા છેડા આપવા બદલ 5550 કરોડ રૂપિયા (55.50 કરોડ પાઉન્ડ)નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.હાઇકોર્ટે કહ્યું દુબાઇના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ-મખ્તુમે તેમની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસૈનને તેના લંડન સ્થિત આલિશાન મકાનની જાળવણી માટે અને તેની આજીવ ખાધા-ખોરાકી પેટે આગામી ત્રણ મહિનામાં એક જ હપ્તામાં 2525 કરોડ (25.20 કરોડ પાઉન્ડ) ચૂકવી દેવાના રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે પ્રિન્સેસ હયાની 14 વર્ષિય પુત્રી અલ-જલિલાના શિક્ષણ અને ભરણપોષણ પેટે અને 9 વર્ષિય પુત્ર ઝાયદના આજીવન ભરણપોષણ પેટે અંદાજે રૂ. 2900 કરોડ (કુલ 29 કરોડ પાઉન્ડ)ની તોતિંગ રકમ ચૂકવવાની રહેશે. આ સંતાનો પુખ્ત થાય ત્યાં સુધી તેઓના શિક્ષણ અને ભરણપોષમ માટે શેખે વાર્ષિક રૂ. 112 કરોડ પણ ચૂકવવાના રહેશે.
દુબઇના શેખની છઠ્ઠીવારની પત્નિ હયા બિન્ત 2019માં ચૂપચાપ દુબાઇથી ભાગી લંડન પહોંચી ગઇ હતી અને બ્રિટન જતાની સાથે જે તેણે તેના પતિ અને દુબાઇના શેખની સામે કોર્ટમાં છૂટાછેડોનો દિવાની અને પોતાની હત્યાનો પ્રયાસ કરવા બદલ ફોજદારી કેસ કર્યો હતો.
છૂટા છેડાના કેસમાં તેણે પોતાની ખાધાખોરાકી અને પોતાના બે સંતાનોની કસ્ટડીની પણ માંગ કરી હતી. હાઇકોર્ટમાં લગભગ સાત કલાક સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન 47 વર્ષિય પ્રિન્સેસ હયાએ કહ્યું હતું કે દુબાઇના શેખ દ્વારા એક જ હપ્તામાં તમામ રકમ ચૂકવાઇ જવાથી તેઓના દાંપત્ય જીવનનો અંત આવી જશે અને તેના સંતાનો ઉપરની શેખની કસ્ટડીનો પણ અંત આવી જશે.
તેમણે સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જજ ફિલિપ મૂર સમક્ષ કહ્યું હતું કે હું ખરેખર શેખની ચુંગાલમાંથી મુક્ત થવા ઇચ્છું છું અ્ને માતા સંતાનો પણ તેઓની પકડમાંથી મુક્ત થાય એમ ઇચ્છું છું. પ્રિન્સેસે દુબાઇના શાસક ઉપર તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ મૂક્યો હતો