જૂનાગઢઃ બળાત્કારી યુવતીને ફરી ઉઠાવી ગયો, 28 દિવસ ગોંધી રાખી બનાવી હવસનો શિકાર
અહીં તેણે નિલેશ સામે 28 દિવસ સુધી રૂમમાં ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરી છે. આ ઉપરાંત 12 હજારની રોકડ અને 6 તોલા સોનુ પણ પડાવી લીધું હોવાની પણ ફરિયાદ નોંધાવી છે. મેંદરડા પોલીસમાં નિલેશ વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.એમ.ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.
આ ફરિયાદના પગલે નિલેશે ભોગ બનનાર યુવતી સાથે સમાધાન કરવા અને ફરીથી સંબંધ પ્રસ્થાપિત કરવાની લાલચ આપી ગત સાતમી માર્ચે બાઇક પર બેસાડી સીમાસીથી મોટાકોટડા લઈ આવ્યો હતો અને પરણીતાના ઘરેથી 12 હજાર રોકડા અને 1.20 લાખની કિંમતના દાગીના લઈ યુવતીને બાઇક પર બેસાડી બગસરા લઈ આવ્યો હતો.
જૂનાગઢ: મેંદરડાનાં સીમાસી ગામેથી પરણીત યુવતીનું અપહરણ કરી બગસરામાં 28 દિવસ સુધી એક રૂમમાં ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ મોટકોટડાના યુવક સામે બળાત્કાર અને સોનું અને રોકડા રૂપિયા મળી કુલ 1.32 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મેંદરડાનાં સીમાસીની અને મોટોકાટડામાં રહેતી પરણીત યુવતી પર થોડા સમય પહેલા આ જ ગામના નિલેશ મનજી વઘાસીયા નામના યુવકે બળાત્કાર ગુજારતાં યુવતીએ નિલેશ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
બગસરા ખાતેની એક રૂમમાં પરણીતાને નિલેશે ગોંધી રાખી હતી અને અહીં તેની સાથે વારંવાર પરાણે સેક્સ માણ્યું હતું. પરણીતાને અહીં નિલેશે 28 દિવસ સુધી ગોંધી રાખી હતી. પરણીતા કોઈપણ રીતે તેની પકડમાંથી છૂટતા આઠમી એપ્રિલે મેંદરડા પોલીસ સ્ટેશન પહોંચી હતી.