વજુભાઈ વાળાએ ભાજપના ક્યા નેતાને કહ્યું, રેસકોર્સ 2ની યોજના પૂરી ક્યારે કરવાના છો? વર્ષોનાં વર્ષ વિતી ના જાય..............
આ સાંભળીને વજુભાઈએ સામું પૂછ્યું હતું કે રેસકોર્સ 2ની યોજના સારી છે પણ તે પૂરી ક્યારે કરવાના છો? ભંડેરીએ વજુભાઈને સરકારી જવાબ આપ્યો હતો કે કામ જોરશોરથી ચાલુ છે અને પ્રજાને વહેલી તકે સારી સુવિધા મળશે. વજુભાઈએ ટકોર કરી કે, વર્ષોના વર્ષો વીતી જાય તેવું ન કરતાં. આ સાંભળી ભંડેરી ચૂપ થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું હતું કે મને તો ભાજપવાળાએ રાજકારણમાંથી કાઢ્યો છે એટલે હું કાંઈ ન કરી શકું પરંતુ ભાજપવાળાને કહી જરૂર શકું. આ નિવેદન સાંભળી ચોંકી ગયેલા ધનસુખ ભંડેરીએ જવાબ આપ્યો કે રાજકોટ મહાનગરપાલિકા રેસકોર્સ 2 ડેવલપ કરી રહી છે અને તેમાં સવાર સુધી કોઈ પણ કાર્યક્રમ ચાલી શકે તેવી સુવિધા ઉભી કરાશે.
વજુભાઈએ ભંડેરીને સંબોધીને કહ્યું હતું કે જો મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપના સત્તાવાળા રાજકોટવાસીઓની આ લાગણીને ધ્યાનમાં રાખે અને એવું મોટું ઓડિટોરિયમ બનાવે કે જેમાં લાઉડ સ્પીકરની સમય મર્યાદા ન હોય. આવા ઓડિટોરિયમમાં 8થી 10 હજાર લોકો બેસી શકે તેવી સુવિધા પણ હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.
રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સોમવારે રાજકોટમાં એક કાર્યક્રમમાં કરેલી હળવી ટકોરનો જવાબ આપવા જતાં ભાજપના નેતા ધનસુખ ભંડેરી ભેરવાઈ ગયા હતા. વજુભાઈએ તેમના હાજરજવાબીપણાનો પરચો આપીને વળતો ફટકો મારતાં ભંડેરીની બોલતી બંધ કરી દીધી હતી.
હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વજુભાઈની બાજુમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી બેઠા હતા. વજુભાઈએ રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કરી કહ્યું કે રાજકોટમાં લોક કલાકારો નિયમિત કાર્યક્રમ આપે છે પણ હોલમાં બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -