બોટાદઃ મહિલા સાથેના સંબંધને લઈ મિત્રો વચ્ચે થયો ઝઘડો, પછી શું આવ્યો અંજામ?
બોટાદઃ શહેરના ગઢડા રોડ પર યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે મહિલા સાથેના સંબંધમાં મિત્રો દ્વારા જ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. બુધવારે સાંજે આઇટીઆઇમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા માત્રાબાઈ મોરીની તેના જ બે મિત્રોએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘાયલ થયેલા માત્રાભાઈને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, બોટાદના ઢાંકણીયા રોડ પર પર રહેતા અને બોટાદ આઈટીઆઈમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં માત્રાભાઈ ગમારભાઈ મોરી અને તેા જ બે મિત્રો કાનો ઉર્ફે કૃષ્ણપાલ અને ભોલો ઉર્ફે મહેન્દ્ર સાથે મહિલા સાથેના સબંધને લઇ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતાં કાનો અને ભાલો માત્રાભાઈને છરીના ઘા મારી લોહીલૂહાણ હાલતમાં જ છોડીને ભાગી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -