મીઠાઈની લાલચ આપી માસૂમ સાથે કરી દુષ્કર્મની કોશિશ, જીવતી કૂવામાં ફેંકી
આરોપી સહિપત પહેલા પણ આવી ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો. 2015માં જ તેણે ગામની એક 8 વર્ષીય બાળકીને ફોસલાવીને તેની સાથે રેપ કરીને હત્યા કરી દીધી હતી. પરંતુ અપૂરતા પુરાવાના કારણે તે નિર્દોષ છૂટી ગયો હતો. (તસવીરો/ગ્રાફિકસનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપીએ કહ્યું કે, તેણે મીઠાઇની લાલચ આપીને બાળકીને ફોસલાવી હતી અને તેને સાથે લઇને નિલગિરી જતો રહ્યો હતો. જ્યાં તેણે બાળકી સાથે રેપની કોશિશ કરી પરંતુ બાળકી જ્યારે વધારે ચીસો પાડવા લાગી ત્યારે ગુપ્તાંગમાં ઇજા કરી અને બાળકીને જીવતી કૂવામાં ફેંકી દીધી.
પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે 11 માર્ચે બાળકી ગામના જ રહેવાસી 24 વર્ષીય યુવક સહિપત પાછળ જતી જોવા મળી હતી. પોલીસે જ્યારે સહિપતની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલવાની ના પાડી હતી. પરંતુ પોલીસે ત્રીજું નેત્ર ખોલતાં જ ગુનો કબૂલી લીધો હતો.
ચાર દિવસ બાદ બાળકીની લાશ ગામથી દોઢ કિલોમીટર દૂર નિલગિરીમાં અનિલ અગ્રવાલના પ્લોટમાં આવેલા કૂવામાંથી મળી હતી. પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું જણાયું હતું. ઉપરાંત તેના ગુપ્તાંગમાં પણ ઇજા હતી.
બિલાસપુરના ગૌરેલા સ્થિત ટિકરકલા ગામની બાળકી 11 માર્ચથી ગુમ હોવાની ફરિયાદ મળી હતી. ગામના રહેવાસી શેરસિંહ ભૈનાની 4 વર્ષની દીકરી સંજના 11 માર્ચે બપોરે 2 વાગ્યાથી લાપતા હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ બાળકીનો કોઇ પત્તો ન મળતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.
બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે કુકર્મ અને નિર્દયતાથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોના નિવેદનના આધારે પોલીસે આરોપની ધરપકડ કરી છે. બાળકીની લાશ ગામથી દોઢ કિમી દૂર આવેલા એક કુવામાંથી મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -