નર્મદાઃ સગીરાને અંબાજી લઈ જઈ યુવકે બાંધ્યા સંબંધ, પછી શું આવ્યો વળાંક?
નર્મદાઃ તિલકવાડા તાલુકાના ફતેપુરની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયા પછી પરાણે સંબંધ બાંધતાં પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આરોપી યુવક અને સગીરાને અંબાજીથી પકડી પાડ્યા હતા. પોલીસે સગીરાની ફરિયાદને આધારે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, તિલકવાડા તાલુકાના ફતેપુરની પ્રિયા અને પરેશ(બંનેના નામ બદલ્યા છે) વચ્ચે પ્રેમસંબંધ હતા. દરમિયાન પરેશે પ્રિયાને લગ્ન કરવાનું વચન આપતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. બંને ભાગીને અંબાજી આવી ગયા હતા. અહીં પરેશે પ્રિયા સાથે પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા.
ત્યારે તિલકવાડા પોલીસે આરોપી યુવક સામે ipc 376 અને પોકસો એક્ટની કલમ 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં હાલ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઠવાડિયા પહેલા ઘરેથી ભાગી ગયેલું આ કપલ ક્યાં ક્યાં રોકાયું હતું અને તેમણે બીજા કોઇએ મદદ કરી હતી કે કેમ તે હજુ જાણવા મળ્યું નથી.
બીજી તરફ ગત 10 એપ્રિલે સગીરાના પરિવારે દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. તિલકવાડા પોલીસે આ ફરિયાદને આધારે તપાસ કરતાં બંને અંબાજી ખાતેથી મળી આવ્યા હતા. પોલીસે બંનેને તિલકવાડા લાવી સગીરાની પૂછપરછ કરતાં તેના પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -