Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નરેન્દ્ર મોદી ચોથી વખત ચીનની મુલાકાતે, મહત્વના મુદ્દાઓ પર PM અને શી જિનપિંગ વચ્ચે થશે ચર્ચા
સૂત્રોના મતે પીએમ મોદી માટે ખાસ શાકાહારી ગુજરાતી ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી શી જિનપિંગ માટે ગિફ્ટ પણ લઈ આવ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. શનિવારે લંચ બાદ પીએમ મોદીના વુહાનથી પાછા ફરવાની સંભાવના છે. મોદી અને શીની આ મુલાકાત પર ચીની મીડિયામાં ઘણી સક્રિયતા છે. ચીની મીડિયા તેને લેન્ડમાર્ક મીટિંગ માની રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલાં તો બંને નેતાઓની વચ્ચે વન-ઓન-વન મુલાકાત થશે. મ્યુઝિયમનું એક ચક્કર લગાવ્યા બાદ બંને પક્ષોના ડેલિગેશનની સાથે બંને નેતાઓની મુલાકાત કરશે. ત્યારબાદ પીએમ મોદી શી જીનપિંગની સાથે આગળની બેઠક માટે તેમના ગેસ્ટ હાઉસ જશે. આ માઓના પ્રસિદ્ધ વિલાની બાજુમાં આવેલ છે. શનિવારના રોજ મોદી અને જીનપિંગની વચ્ચે 3 વન-ઓન-વન મુલાકાતો થશે. શનિવારના દિવસની શરૂઆત બોટ રાઈડિંગથી પહેલાં ઇસ્ટ લેકના કિનારે વોકથી થશે. ત્યારબાદ બંને નેતા લંચ માટે ગેસ્ટ હાઉસ જશે.
સૂત્રોનું કહેવું છે કે આવી સ્થિતિમાં બંને દેશ અલગથી સત્તાવાર નિવેદન રજૂ કરી તેને અનૌપચારિક મુલાકાતમાંથી નીકળેલ વસ્તુઓની માહિતી આપી શકે છે. નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની પહેલી મુલાકાત શુક્રવારના રોજ બપોરે અંદાજે 3.30 વાગ્યે મ્યુઝિયમ પર થશે.
સૂત્રો પ્રમાણે આ બેઠકોને સત્તાવાર ડેલિગેશન સ્તરીય મુલાકાત કહેવી ખોટી હશે. આ બેઠકોને લઈ ખાસ મુદ્દા નક્કી કરાયા નથી. જોકે આતંકવાદ કે એનએસજી સભ્ય કે સરહદ વિવાદ તેમાંથી કોઇપણ મુદ્દા હોઈ શકે છે. આ પહેલાં નક્કી થઇ ચૂક્યું છે કે આ અનૌપચારિક વાર્તા દરમિયાન ન તો કોઈ કરાર પર હસ્તાક્ષર થશે અને ન કોઈ સંયુક્ત નિવેદન રજૂ થશે.
બંને નેતાઓની વચ્ચે કમ સે કમ આવી બે મુલાકાતો પણ થશે જેમાં તેમના બંને પક્ષો સાથે 6-6 સભ્યોનું ડેલિગેશન પણ સામેલ હશે. આ બંને મુલાકાતો શુક્રવારના રોજ જ સંપન્ન થશે. તેમાં પહેલી મુલાકાત હવાઈ પ્રોવિન્સ મ્યુઝિયમમાં થશે જ્યાં એક ખાસ એક્ઝિબિશન આયોજીત કરવામાં આવ્યું છે. બીજી મુલાકાત ઈસ્ટ લેકના કિનારે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં થશે. ત્યારબાદ બંને નેતા ડિનર દરમિયાન પણ મુલાકાત કરશે.
આ મુલાકાતોમાં બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારવાની રણનીતિ અને દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યથી સમીક્ષા કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી માટે ચીનમાં ખાસ શાકાહારી ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે, પીએમ મોદી અને શી જીનપિંગની વચ્ચે માત્ર વન-ટુ-વન મુલાકાત નહીં થાય.
બેઈજિંગ: વડોપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગથી બે દિવસની અનૌપચારિક શિખર વાર્તા માટે ચીનના વુહાન પહોંચી ચૂક્યા છે. અહીં અંદાજે 24 કલાકની અંદર જ નરેન્દ્ર મોદી અને શી જીનપિંગની વચ્ચે 6 મુલાકાતો થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેમાં એક મુલાકાત ઈસ્ટ લેકમાં બોટ પર પણ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -