Crime News: સુરતના ઓલપાડના કીમ ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભંગારની દુકાન ચલાવતા આધેડે સગારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા જુના પાઠયપુસ્તક આપવા દુકાને ગઈ હતી. જે બાદ દુકાન ચાલકે સગીરાને દુકાનના પાછળના ભાગે લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર બદકામ કરતો રહ્યો.




જોકે, આ નરાધમના પાપનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાને ગર્ભ રહી ગયો. જે બાદ સગીરાના પિતાએ કીમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરાના પિતાના ફરિયાદ બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી નાથુજી નંદાજી કુમાવતની ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ શરુ કરી છે.તો બીજી તરફ સગારી સાથે બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


સુરતમાંથી ફરી એકવાર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના કતારગામમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બન્ને આરોપીએ પોલીસની પકડમાં છે.


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની ઘટનાથી શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે, સૌથી પહેલા બન્ને યુવકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 13 વર્ષીય વિદ્યાર્થિની જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, તેની સાથે મિત્રતા કેળવી હતી, આ પછી બન્ને યુવકોએ તેને શહેરના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં બોલાવી હતી, જ્યાં બન્ને યુવકોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થઇ જતાં વિદ્યાર્થિનીની માતાએ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બન્ને યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ બન્ને આરોપી યુવકોને ઝડપી પાડ્યા છે, આ કેસમાં પોલીસે આરોપી અભય બોરડ, હિરેન હરેશ સોલંકીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ મામલે હવે પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતા એક દંપતિ વિવાદમાં આવ્યુ છે. અહીં પતિને પોતાની પત્ની પર પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી, આ વાતને લઇને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી તે પત્નીના પ્રેમી પર હુમલો કરવા માટે છરી લઇને ફરી રહ્યો હતો, જોકે, ગઇકાલે પતિને પોતાની પત્નીનો પ્રેમી અમદાવાદ ફૂલબજાર પાસે મળ્યો ત્યારે બન્ને વચ્ચે આ મામલે જોરદાર બોલાચાલી થઇ હતી. આ તકનો લાભ ઉઠાવીને પત્ની સામે જ પતિએ છરો કાઢીને પત્નીના પ્રેમી પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો, આડા સંબંધની શંકામાં પત્નીના પ્રેમીને છરાના ઘા મારીને પતાવી દીધો હતો.