Crime News: મોરબી(Morbi News)ના જૂના અંજીયાસર ગામે થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે મૃતકની પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ  ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો. પત્નીએ પતિની હત્યા કરી હતી અને સાળાએ મૃતહેદને તલાવડીમાં ફેંક્યો હતો.  પતિ દીકરી પર નજર બગાડતો હોવાથી પત્નીએ હત્યા કરી હતી. પોલીસે હત્યારી પત્ની અને સાળાને ઝડપી પાડ્યા હતા. આરોપી પત્ની શેરબાનું મોવર અને સાળો ઇમરાન ખોડને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.


સગા પુત્રએ જ માતા અને મામા સામે નોંધાવી હતી ફરિયાદ


મોરબીનામાળિયા-મિયાણાના જૂના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઈ મોવર નામના યુવાને માતા શેરબાનું હાજીભાઈ મોવર અને મામા ઈમરાન હૈદર ખોડ વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પિતા હાજી અબ્દુલ મોવર પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હતાં. જેથી માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઈની ચા અને શાકમાં ઘેનનાં ટીકડા નાખી બેભાન કરી ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું.


લાશ બહાર ન આવે તે માટે કર્યુ હતું આવું 


હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ માળીયા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (ઉ.વ.55)નો મૃતદેહ માળીયા મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે આવેલ તલાવડીના પાણીમાં ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ મૃત્યુ અંગે માળીયા પોલીસે અ.મોત અંગે નોંધ કરી લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી હતી.જે બાદ લાશને ઠેકાણે પાડવા માળીયાના ખીરઈ ગામે રહેતા સાહિલના મામા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડને બોલાવતા તેઓ રીક્ષામાં લાશને ભરીને મચ્છુ નદીના કાઠે આવેલ પાણીથી ભરેલ તલાવડીમાં ફેંકી દીધી હતી. લાશ બહાર ન આવે તે માટે તેની માતા શેરબાનુ દ્વારા મામા ઇમરાનભાઈને પતિનું બાઈક સ્થળ ઉપર છોડી આવવા જણાવતા ઇમરાનભાઈ બાઈક સાથે ચૂંદડી બાંધી હાજીભાઈના મૃતદેહને તલાવડીમાં ફેંકી દીધો હતો.


આ પણ વાંચોઃ


વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં સપડાયો, વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી ઝડપાઈ