જામનગરઃ જિલ્લાના બેરાજામાં અકસ્માતે કુવામાં ડુબી જતા માતા-પુત્રીના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ઘરે કપાસ વીણવા જાઉ છું તેમ કહી નીકળેલ સવારના સાડા છ વાગ્યે અંધારાના લીધે અકસ્માતે કુવામાં પડી જવાથી પાણીમાં ડુબી જવાથી જમનાબેન તથા તેમની દિકરી લક્ષ્મીનું મોત થયું છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જોડિયાના બેરાજામાં રહેતા છગનભાઈ અરજણભાઈ કમાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નાનકાભાઈ ઇડાભાઈ ભુરીયાની પત્ની જમનાબેન (ઉં.વ.25) તેમજ તેની સાત માસની પુત્રી લક્ષ્મીનું કુવામાં જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે નાનકાભાઈએ જોડીયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અને બન્ને મૃતદેહોનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જમનાબેન વહેલી સવારે સાડા છ વાગ્યાએ ઉઠયા હતા અને સવારે પોતાની સાત માસની પુત્રીને લઇને વાડીએ કપાસ વીણવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન વહેલી સવારે અંધારામાં વાડીના ખુલ્લા કૂવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે બંનેના મોત નીપજયાં હતા. જોડીયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
જામનગરઃ વહેલી સવારે કપાસ વીણવા જવાનું કહેને નીકળેલી માતા-પુત્રીની લાશ કૂવામાંથી મળતા અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Dec 2020 04:12 PM (IST)
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જોડિયાના બેરાજામાં રહેતા છગનભાઈ અરજણભાઈ કમાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નાનકાભાઈ ઇડાભાઈ ભુરીયાની પત્ની જમનાબેન (ઉં.વ.25) તેમજ તેની સાત માસની પુત્રી લક્ષ્મીનું કુવામાં જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -