ભાજપમાં જોડાવાવની સવાલ પર સૌરવ ગાંગુલીએ હવે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને પૂછવામાં આવ્યું કે શું તે અથવા તેના પરિવારમાંથી કોઈ ભાજપમાં જોડાશે? તેના પર ગાંગુલીએ કહ્યું, “જો રાજ્યપાલ તમને મળવા માગે છે તો તમારે તેમને મલવું જોઈએ. તો પછી આપણ પણ એ નજરથી જ તેને જોવું જોઈએ.”
ગાંગુલીની ધનખડ સાથે મુલાકાત
રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, ગાંગુલી અને રાજ્યપાલની આ શિષ્ટાચાર મુલાકાત હતી અને તેને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી. જોકે આગામી વર્ષે એપ્રિલ મેમાં થનાર રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગાંગુલીની રાજનીતિમાં આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ગાંગુલી સાથે મુલાકાતના કારણે લઈને કરવામાં આવેલ સવાલનો જવાબ ન આપ્યો પરંતુ ધનખડે કહ્યું કે, તેમણે જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરી.
રાજ્યપાલે ટ્વીટ કરીને કહ્યું, ‘બીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે રવિવારે સાંજે સાડા ચાર કલાકે રાજભવનમાં જુદા જુદા મુદ્દા મુદ્દા પર ચર્ચા થઈ. દેશના સૌથી જૂના ક્રિકેટ મેદાન ઇડન ગાર્ડનનો પ્રવાસ કરવાનો તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ઇડન ગાર્ડનની સ્થાપના 1864માં થઈ હતી.’