જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે ગઈ કાલે 6 માસની માસુમ બાળકી ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદમાં આ મામલે ડોગ સ્કોડ અને એફ એસ એલ ની મદદ દ્વારા બાળકીની શોધ ખોળ હાથ ધરાઈ હતી. સાંજે બાળકીનો મૃત દેહ નદીમાંથી મળી આવ્યો હતો. જેમાં બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન નહોતા. જેથી કોઈ હિંસક પશુ બાળકીને ખસેડી લઇ ગયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નહોતું.
ઉંડાણપૂર્વકની તપાસમાં બાળકીની માતા એ જ તેની હત્યા નીપજવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘરકંકાસના કારણે માતાએ તેની લાડલીને મોતને ઘાટ ઉતારી હતી. મહત્વનું છે કે બાળકી ત્રિશાના પિતા હિરેન પરમાર તેની પત્નિ અને તેમના માતા પિતા સાથે માતર વાણીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હતા. બાળકીના પિતા રૂમ બહાર આંખના રોગના કારણે અલગ સુતા હતા, જ્યારે હિરેન પરમારના માતા પિતા અલગ રૂમમાં હતા. ત્રિશા અને તેની માતા એકલા રૂમમાં સુતા હતા અને તેણે જ મોત નીપજવી નદીમાં ફેંકી દીધી હતી.
પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી કરી હત્યા
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પતિને ખાટલા સાથે બાંધ્યા બાદ પત્નીએ કુહાડી વડે તેની હત્યા કરી નાખી. આ સાથે લાશને પાંચ ભાગમાં કાપીને ગામ પાસેની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં 26મી જુલાઈના રોજ મૃતકના પુત્ર વતી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની જુબાનીના આધારે પત્નીએ તેને કસ્ટડીમાં લીધા બાદ ગુનો કબૂલી લીધો હતો. જે બાદ પોલીસે કેનાલમાં મરજીવાની મદદથી મૃતદેહની શોધખોળ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી શરૂ કરી હતી.
ક્યાંનો છે મામલો
આ મામલો પીલીભીતના શિવ નગર ગામનો છે. 55 વર્ષીય રામ પાલ મંગળવાર સવારથી ગુમ હતા. રામ પાલનો પુત્ર સોમ પાલ તેની પત્ની અને બાળકો સાથે ગામમાં બીજા ઘરમાં રહેતો હતો. રામ પાલ અને તેની પત્ની વચ્ચે પરસ્પર તકરાર ચાલતી હતી. આરોપી મહિલા ગુલાબો દેવીના પતિ રામ પાલના મિત્ર સાથે મિત્રતા હતી. થોડા દિવસો પહેલા મહિલા એ જ વ્યક્તિ પાસે ગઈ હતી, જેને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
મહિલાએ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી
ગુલાબો દેવીએ જણાવ્યું કે રવિવારે રાત્રે તેણીએ તેના પતિને સૂતી વખતે ખાટલા સાથે બાંધી દીધો અને કુહાડી વડે તેના પાંચ ટુકડા કર્યા અને તેને બોરીમાં બંધ કરી દીધો, પછી તેને ગામની નજીક વહેતી નહેરમાં ફેંકી દીધો. આરોપીના કહેવાથી પોલીસે મોડી સાંજે કેનાલમાંથી રામપાલના લોહીથી ખરડાયેલા કપડાં અને અન્ય વસ્તુઓ કબજે કર્યા છે. જે બાદ સીઓ અંશુ જૈનની હાજરીમાં મરજીવાઓની મદદથી કેનાલમાં બોરીમાંથી મૃતદેહના ટુકડા પણ મળી આવ્યા હતા.