રાજકોટ: ઉપલેટાના ભીમોરામાં અત્યંત કરૂણ ઘટના આકાર પામી છે. અગમ્ય કારણોસર માતાએ નવ માસની દીકરીને એસિડ પીવડાવી દીધું અને બાદ પોતે એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવી દીધું. બંનેની સ્થિતિ ગંભીર થતાં તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ માતાની જિંદગી  ન બચાવી શકાય જ્યારે માસૂમ હાલ સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પતિએ મૃતક પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પત્નીએ ક્યાં કારણોસર આવું ઘાતક પગલું ભર્યું તે મુદ્દે કારણ અંકબંધ છે.                               


સુરતમાં ટામેટાં માંગવા બાબતે બે પાડોશી ઝઘડ્યા, એકે બીજાને ચપ્પૂના ઘા ઝીંકી પતાવી દીધો, જાણો


સુરતમાં એક નજીવી બાબતે હત્યાની ઘટના ઘટી છે, શહેરના લસકાણા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ટામેટા માંગવાની બાબતે જોરદાર બબાલ થઇ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી. એક પાડોશીએ બીજા પાડોશી પાસે ટામેટા માંગ્યા હતા, જે પછી બન્ને વચ્ચે ઝઘડો અને એકે બીજાને ચપ્પૂના ઘા મારતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાં વધુ એકવાર હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખરેખરમાં, શહેરમાં લસકાણા વિસ્તારમાં મજૂરી કામ કરતાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. લસકાણામાં મજૂરીકામ કરતાં બે પાડોશીઓમાથી એકે બીજા પાસે ટામેટા માંગ્યા હતા, જોકે, બીજાએ ટામેટા ના આપ્યા, આ પછી બન્ને વચ્ચો જોરદાર ઝઘડો થયો હતો. આ ઘટનામાં એક પાડોશીએ બીજા પાડોશી પર ધારદાર ચપ્પૂના ઘા ઝીંકી દીધા હતા, ઇજાગ્રસ્ત થયેલા પાડોશીને સારવાર મળે તે પહેલા જ તે ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો. મૃતકનુ નામ બિદ્યાધરા પાંડવ શ્યામલ છે, અને હત્યારા શખ્સનું નામ કાળુગુરુ સંતોષગુરુ છે, મૃતક અને હત્યારો શખ્સ બન્ને મજૂરી કામ કરતાં હતાં. હાલમાં સરથાણા પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને હત્યારા કાળુગુરુ સંતોષગુરુને ઝડપી પાડ્યો છે.