Crime News: આજકાલ ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં જ એક મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમારા હોશ ઉડી જશે. આ કિસ્સામાં, એક યુવતીએ પોતાની જીભ કાપીને માતાને અર્પણ કરી. આ મામલો અમીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બારાગાંવ ગામનો છે. અહીં લોકોને તેની જાણકારી મળતા જ બધા મંદિર પહોંચ્યા. આ દરમિયાન યુવતી બેભાન પડી હતી, જોકે કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું ન હતું. આ દરમિયાન પણ પૂજા ચાલુ રહી હતી.


ક્યારે બની હતી ઘટના


આ મામલાની માહિતી મળતાની સાથે જ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની સાથે પોલીસ પણ મંદિરે પહોંચી ગઈ હતી. તેમણે યુવતીનું ચેકઅપ કર્યું અને તેને હોસ્પિટલ લઈ જવાની વાત થઈ, તો મંદિરમાં હાજર લોકોએ તેનો વિરોધ કર્યો. હકીકતમાં, તેમણે કહ્યું કે જ્યાં સુધી છોકરીની જીભ પાછી નહીં આવે ત્યાં સુધી મંદિરમાં પૂજા ચાલુ રહેશે. જોકે, પોલીસ અને પરિવારજનોની મદદથી યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલામાં તબીબોએ જણાવ્યું કે યુવતીની હાલત ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યે બની હતી.


ગ્રામીણોએ જણાવ્યું કે બઘૌડી નિવાસી રાજકુમારી નામની યુવતી પોતાની મા સાથે બડાગાંવના પ્રસિદ્ધ હનુમાન મંદિરની બાજુમાં આવેલા માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરવા આવી હતી. આ દરમિયાન તેણે પોતાની જીભ કાપીને માતાજીને અર્પણ કરી. જે બાદ યુવતીની માએ આજુબાજુના લોકોને જણાવ્યું અને તેમને પોલીસને જાણ કરી. ઘટના પછી ત્યાં ગ્રામીણોની ભારે ભીડ થઈ ગઈ હતી.


ગ્રામવાસીઓ શું કહ્યું


ગ્રામીણોના મત મુજબ આ આસ્થા સાથે જોડાયેલો વિષય છે. ગ્રામીણોએ જણાવ્યું કે યુવતી માતાજીના દરબારમાં પૂજા-અર્ચના કરવા આવતી હતી. ગુરુવારે તેને પૂજા-અર્ચના કર્યા તે દરમિયાન જ તેને પોતાની જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી. આ તેની માતાજી પ્રત્યેની આસ્થા જ છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સોનીલાલ કોલે જણાવ્યું કે આ યુવતીની આસ્થા અને અને જેને કારણે જ તેને પોતાની જીભ કાપીને બારીમાંથી માતાજીના ચરણોમાં ધરી દીધી. અમને જેવી જ આ વાતની જાણ થઈ અમે મંદિર પરિસરમાં પહોંચ્યા અને યુવતીની તબિયત કેવી છે તે જાણ્યું.  યુવતીના પિતા લાલમણી પટેલે કહ્યું કે હું મારા ગામ બઘૌડીથી બહાર પિપરહા ગયો હતો. જેવી જ જીભ કાપવાની આ ઘટના ઘટી ગામના લોકોએ મને ફોન કરીને જાણકારી આપી.