ઈન્દોરના બાણગંગા વિસ્તારમાં એક મહિલાને કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ કરીને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ ફરીયાદ થતાં પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.


શું છે મામલોઃ
આ ઘટના ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પીડિત મહિલા સાથે બની હતી. મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે, મહિલા સાથે મિથુન જાટવ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પહેલાં પીડિતાને કોઈ નશીલો પદાર્થ પીવડાવ્યો હતો અને મહિલા બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ મિથુન જાટવે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે મિથુને મહિલાને ધમકી આપી હતી કે તારો અશ્લીલ વીડિયો બનવી લીધો છે અને જો તું મારું કહ્યુ નહી કરે તો તારો આ વીડિયો વાયરલ કરી દઈશ. આ રીતે બ્લેકમેલ કરીને મિથુન જાટવે અવારનવાર પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દુષ્કર્મમાં સાથ આપનાર અન્ય 2 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. 


ડીસીપી ધર્મેન્દ્ર ભદોરિયાએ આ કેસ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, મહિલાએ દેવાસ જિલ્લામાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ઘટના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારની હતી જેથી દેવાસ જિલ્લામાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી અને પછી બાણગંગા પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કરાયો હતો. આ ઘટનમાં આરોપી યુવક અને પીડિત મહિલા એક જ સંસ્થામાં કામ કરતા હતા. પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી અને તેના અન્ય 2 સાથીઓની ધરપકડ કરી લીધી છે અને ત્રણેયને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ


Paytm ના સ્ટોકમાં 12 ટકાનો કડાકો બોલી ગયો, IPO પ્રાઈસથી 70 ટકા નીચે ગબડ્યો, જાણો સ્ટોકની કિંમત


Beetroot Farming: મહેસાણાનો આ પટેલ ન્યૂઝીલેન્ડથી બીટનું બિયારણ મંગાવી કરી રહ્યો છે ખેતી, કરશે મલબખ નફો