Beetroot Farming: દિવસે દિવસે વધતા જતા પ્રદૂષણને કારણે હવે ખેડૂતો પણ પોતાની મહામુલી જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં બીટની ખેતી એકંદર સારી અને ફાયદાકારક છે. બીટની ખેતીમાં નોંધપાત્ર જીવાત લાગતી નથી અને આ ખેતીમાં જમીન થોડી ખારાસવાળી હોય તો પણ માફક આવે તેમ છે. પાક તૈયાર થયા બાદ વેચાણમાં સરળતા રહે છે. બીટ લાંબા સમય સુધી તાજા રહેવાથી તેનો ભાવ પણ સારો મળી રહે છે.
કેટલી થશે કમાણી
ગુજરાતના એક યુવા ખેડૂતે ન્યૂઝીલેન્ડથી બીટનું બિયારણ લાવી ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને અવનવી ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરીને પણ મોટી આવક મેળવી રહ્યા છે. ઊંઝા તાલુકાના કરેલી ગામના ઉર્વીશ પટેલ ન્યુઝીલેન્ડમાં કંપની ચલાવતા હતા. આજે સ્વદેશ પાછા ફરીને તેમણે ખેતરમાં બીટનું વાવેતર શરૂ કર્યું છે. તેઓ ન્યૂઝીલેન્ડથી બીટનું બિયારણ લાવ્યા હતા. આ ખેતીથી વાર્ષિક 10 લાખ સુધીની કમાણી થશે તેવું ઉર્વીશભાઈનું માનવું છે.
ફાર્મ ટુ કસ્ટમર કોન્સેપ્ટ પર કામ
સામાન્ય બીટ કરતાં આ બીટમાં અનેક વિશેષતા છે અને તેમના ખેતરમાં 5-7 કિલોનું બીટ પણ જોવા મળે છે. ઉર્વીશભાઈએ જણાવ્યું ન્યૂઝીલેન્ડથી પરત ફર્યો ત્યારે અહીંના બીટની ક્વોલિટીથી મને સંતોષ ન થયો. જેના પરિણામે બીટનું બિયારણ ન્યૂઝીલેન્ડથી મંગાવ્યું અને અહીં સફળતાપૂર્વક વાવેતર કર્યુ. અમે ફાર્મ ટુ કસ્ટમર કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ. સીધુ જ કસ્ટમરના ઘરે ઓર્ગેનિક શાકભાજી પહોંચાડીએ તેવો અમારો ધ્યેય છે.
આ પણ વાંચોઃ
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2503 કેસ, 27 સંક્રમિતોના મોત