Crime News: બિહારના મુઝફ્ફરપુરના એક ગામની વિધવાએ તેના દિયર પર ગંદુ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેણે પતિના મોત બાદ શારીરિક શોષણ અને રૂપિયા હડપવાની વાત કહી છે. તે લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કરતો હતો. પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે, પતિના મોત બાદ સાસરિયા દિયર સાથે લગ્ન કરવાની વાત કરતા હતા પરંતુ હવે આરોપીના લગ્ન બીજે નક્કી કરી દીધા છે.
મહિલાના પતિનું કેવી રીતે થયું મોત
મહિલાએ દિયર સોનુ કુમાર સહની સામે યૌન શોષણનો આરોપ મુક્યો છે. ઉપરાંત વળતરની રકમ ચાંઉ કરી જવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું, 2018માં પીડિતાના લગ્ન થયા હતા. 2019માં રોડ અકસ્માતમાં તેના પતિનું મોત થયું હતું. તે સમયે પાંચ મહિનાનો ગર્ભ હતો. જે બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.
લગ્નની લાલચ આપી દિયર-ભાભી રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ
પતિના મોત અને બાળકના ઉછેરની જવાબદારીના કારણે તે તૂટી ગઈ હતી. તેને કોઈ સહારાની જરૂરિયાત લાગતી હતી. જેનો ફાયદો ઉઠાવી દિયરે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. જોકે તેની નજર ભાભીના શરીર અને ભાઈના મોત બાદ મળેલા વળતર પર હતી. તેણે લગ્નની લાલચ આપી પતિ-પત્ની જેમ રહેવાનો પ્રસ્તાવ રાખ્યો. જે બાદ સતત શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. જ્યારે તે ના પાડતી ત્યારે લગ્નની વાત કરી મનાવી લેતો હતો.
રૂપિયા કરી લીધા ચાંઉ ને પછી....
આ દરમિયાન આરોપીએ પીડિતાના પતિના મોત બદલ મળેલી ચાર લાખની સહાય પણ લઈ લીધી હતી. જ્યારે તેનો સ્વાર્થ પૂરો થઈ ગયો ત્યારે લગ્નની વાત ટાળવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા અને એક બાઇક લઇને આવ પછી જ લગ્ન કરીશું. જે બાદ વિધવાને પોતાની સાથે છળકપટ થયું હોવાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.