કબડ્ડીની રાષ્ટ્રીય ખેલાડીએ પિતા પર લગાવ્યો આવો આરોપ, જાણીને ચોંકી જશો
રોહતકઃ કબડ્ડીની એક ખેલાડીએ તેના પરિવાર સામે બળવો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના પિતા એક મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરાવવા માંગે છે. એક ટુર્નામેન્ટમાં હું ભાગ ન લઇ શકું તે માટે મારા પિતાએ અંગૂઠામાં ઇજા પહોંચાડી હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિતાની હરકતથી પરેશાન થઈને યુવતીએ સીએમ ખટ્ટરથી લઇ મહિલા આયોગ તથા ડીજીપીને પત્રો લખ્યા. મહિલા આયોગે આશ્વાસન આપ્યું છે કે મામલો યોગ્ય જણાશે તો પીડિતાને ન્યાય અપાવવામાં આવશે.
પ્રીતિએ કહ્યું કે, હાલ તેના સંબંધીના ઘરે રહી છે અને છુપાઇને રસ્તો બદલીને કોલેજ જઈ રહી છે. પરિવાર મને ઉઠાવી જશે કે તેનો જીવ લઇ લેશે તેવો ડર છે. બેટી બચાઓ બેટી પઢાઓના નારા વચ્ચે આવી ઘટના સામે આવવી ઘણી શરમ જનક છે.
પ્રીતિ નામની આ કબડ્ડી પ્લેયર રાષ્ટ્રીય સ્તર પર રમી ચૂકી છે. સ્ટેટ ચેમ્પિયનશીપમાં સારો દેખાવ કરી ચૂકી છે ઉપરાંત ફેડરેશન વતી પણ ભાગ લઈ ચૂકી છે. વૈશ્ય કોલેજમાંથી બીએ કરી રહેલી કબડ્ડી પ્લેયરનો પરિવાર તેનો અભ્યાસ છોડાવી લગ્ન કરાવવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -