આ 20 વર્ષની હોટ રીયાલિટી ટીવી સ્ટાર છે પ્રિયા કરતાં આગળ, એક દિવસમાં મળ્યા હતા 8 લાખ ઈન્સ્ટા ફોલોઅર્સ, જાણો વિગત
હાલમાં કેલી જેનર 103 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. વર્ષ 2017માં ફોર્બ્સની ટોપ 100 સેલિબ્રિટીમાં કેલી જેનરને સ્થાન મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત કેલી તેના બાળકના જન્મને લઈને પણ ચર્ચામાં આવી હતી. તેણે 20 વર્ષની ઉંમરે જ બાળકને જન્મ આપ્યો હતો. કેલીએ 20 વર્ષે બાળકીને જન્મ આપ્યો હતો જેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર તેણે શેર કરી હતી. જોકે કેલીએ જાહેરતમાં બાળકીના પિતાનું નામ જણાવ્યું ન હતું. પરંતુ અહેવાલ હતાં કે તે રેપર ટ્રેવાસ સ્કોટ સાથે રિલેશનશીપમાં હતી.
વર્ષ 2014-2015માં ટાઈમ મેગેઝીને જેનર સિસ્ટરને શ્રેષ્ઠ ઉભરતા ટીન્સમાં સ્થાન આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ 10 ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં કેલી જેનરનું નામ હતું. તેના 100 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ છે.
આ પહેલા અમેરિકાની ટિવી પર્સનાલિટી કેયલી જેનરે એક જ દિવસમાં 806K ફોલોઅર્સ મેળવ્યા હતા જ્યારે જાણીતા ફુટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ એક જ દિવસમાં 650K ફોલોઅર્સ મેળવ્યા હતા. બાદમાં ત્રીજા નંબરે હવે પ્રિયા પ્રકાશનું નામ આવે છે.
કેલી જેનર અમેરિકાની રિયાલિટી ટેલીવીઝન પર્સનાલીટી છે. Keeping Up with the Kardashians રિયાલિટી શોથી તેને ઓળખ મળી છે. જે વર્ષ 2007માં શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સક્રિય રહે છે.
મુંબઈઃ સોશિયલ મીડિયામાં આજકાલ 26 સેકન્ડનો એક વીડિયો ખુબ જ વાયરલ બન્યો છે. આ વીડિયોમાં જે યુવક અને યુવતી નજરે પડે છે, તેમના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, યુવકના ફોલોઅર્સ કરતા યુવતીના ફોલોઅર્સ કેટલાયે ગણા વધી ગયા છે.
પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર રવિવાર એટલે કે 11 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાક સુધી 2.49 લાખ ફોલોઅર્સ હતા. તેની ડેબ્યૂ ફિલ્મનો વીડિયો વાયરલ થયા બાદ તેના ફોલોઅર્સની સંખ્યા 22 કલાક બાદ 12 ફેબ્રુઆરી સાંજે 5 કલાક સુધીમાં 1.1 મિલિયન પહોંચી ગઈ હતી. જે 13 ફેબ્રુઆરી 11.30 કલાક સુધીમાં 1.7 મિલિયન સુધી પહોંચી ગઈ છે. પ્રિયા પહેલા માત્ર એક દિવસમાં 606K ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ બનાવ્યા હતા. પ્રિયા આ સાથે વિશ્વની ત્રીજી એવી સેલિબ્રિટી બની ગઈ છે જેણે એક દિવસમાં સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવ્યા હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -