Crime: દાહોદના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાથી 1 માસના બાળકનુ અપહરણ થતાં હડકંપ મચી ગઇ હતી. અહીં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવા આવેલી મહીલાના એક માસના બાળકનુ અપહરણ થઇ ગયું હતું. શું છે સમગ્ર ઘટનાજાણીએ
દાહોદના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી કમ્પાઉન્ડમા ગૂમ થયેલ બાળક એક અજાણી મહિલાના બાળક સાથે રમતુ હતું. આ બાળકને દુધ પીવડાવવા લઈ જવાનું કહીને મહિલા બાળકને લઇન જતી રહી હતી. લાંબો સમય બાદ પણ મહિલા બાળક સાથે પરત ન ફરતા આખરે બપોરના 3 વાગ્યા વચ્ચે બાળક ના મળતા પરિજનો એ કરી શોધખોળ ત્યારબાદ પોલીસને ફરિયાદ કરી છે. એક માસના બાળકનું અપહરણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે બાળકની જાણ કરનારને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પોલીસે કુટુંબ નિયોજન કરાવવા આવેલા દર્દીઓ ના ઘરે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ની LCB,SOG, સહીત ની 6 ટીમો જિલ્લામાં કામે લાગી છે. હોસ્પિટલમા લાગેલા સીસીટીવી પણ બંધ હાલતમાં હોવાથી પોલીસ અન્ય લોકોને પૂછપરછ કરીને તપાસ કરી રહી છે. પોલીસની LCB,SOG, સહિતની 6 ટીમો જિલ્લામાં કામે લાગી છે.
Ahemdabad News: શાળાથી ગૂમ થયેલ વિદ્યાર્થી કાળુપુર રેલેવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી મળ્યો, જાણો શું છે વિગત
અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા બાળક કાળુપુર રેલવેસ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પરથી મળી આવ્યું હતું.જાણો શું છે અપડેટ્સ
21 જાન્યુઆરીએ અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે. જો કે બાળક સ્કૂલથી નાસી ગયું ત્યારે યુનિફોર્મમાં હતુ અને પ્લેટફોર્મ પર રાત્રે જ્યારે મળી આવ્યું ત્યારે તે નાઇટ ડ્રેસમાં હતું. જેને લઇને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જો કે હજું સુધી બાળક કેમ નાસી ગયું હતું અને બાદ નાઇટ ડ્રેસ ક્યાંથી આવ્યો વગેરે સવાલો અંકબંધ છે. પોલીસ આ મુદ્દે બાળક સાથે પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.
Morbi: મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલી, ધરપકડ વોરન્ટ ઈસ્યુ
મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી. આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી.
જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી. પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.