IND vs NZ Hockey Match: ભારતના ઓડિશામાં રમાઇ રહેલા 15માં હૉકી વર્લ્ડકપ 2023માં આજે ટીમ ઇન્ડિયા માટે મોટી મેચ રમાઇ રહી છે. આજે સાંજે ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ હૉકી ટીમ સામે થવાની છે, આ મેચ જો ભારત જીતે છે તો હૉકી વર્લ્ડકપમાં આગળના સફર પહોંચશે. આજની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હૉકી વર્લ્ડકપ 2023ની ક્રૉસઓવર મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચ ઓડિશાના ભુવનેશ્વરના ગ્રાઉન્ડ પર રમાશે.
ભારતીય ટીમ માટે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાક્કી કરવાનો આજે છેલ્લો મોકો છે. પોતાના પૂલમાં ટૉપ પૉઝિશન હાંસલ ના કરી શકવાના કારણે ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં નહતી પહોંચી શકી. આવામાં તેની પાસે આજે છેલ્લો મોકો છે, આજે ક્રૉસઓવર મેચ દ્વારા અંતિમ આઠમાં પહોંચવાનો એક અંતિમ મોકો છે. આજે બન્ને ટીમો ક્રૉસઓવર મેચમાં દમ બતાવશે.
આ ક્રૉસઓવર મેચ નૉકઆઉટ મેચના જેવી જ છે, જીતનારી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે અને હારનારી ટીમની પાસે 9માંથી 12માં સ્થાન માટે ટક્કરનો ઓપ્શન રહી જશે. આમ તો આ મેચમાં ભારતીય ટીમનું પલડુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારે દેખાઇ રહ્યું છે. ભારતીય હાલમાં હૉકી વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે, તો વળી ન્યૂઝીલેન્ડની રેન્કિંગ 12મી છે, આ વર્લ્ડકપમાં બન્ને ટીમોના પ્રદર્શનમાં પણ જમીન -આસમાનનું અંતર રહ્યું છે.
ન્યૂઝીલેન્ડ પર હાવી રહી છે ભારતીય ટીમ -
ભારતીય ટીમ માટે આ હૉકી વર્લ્ડકપ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. તેને પોતાની પહેલી મેચમાં સ્પેન વિરુદ્ધ 2-0 થી મેચ જીતી, આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની મેચ 0-0 થી ડ્રૉ રહી હતી. ત્રીજી મેચમાં ભારતે વેલ્સને 4-2 થી હરાવ્યુ હતુ. તે 7 પૉઇન્ટની સાતે પોતાના પૂલ ડીમાં બીજા નંબર પર છે. ગૉલ અંતર ઓછા હોવાના કારણે તે પહેલુ સ્થાન હાંસલ નથી કરી શકી. વળી, ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડને પોતાના પૂલમાં નેધરલેન્ડ્સ અને મલેશિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. તેને એકમાત્ર ચિલી જેવી નબળી ટીમ વિરુદ્ધ જ જીત હાંસલ કરી છે. પોતાના પૂલમાં તે ત્રીજા નંબર પર રહી હતી.