Panchmahal: પંચમહાલ જિલ્લામાંથી SOGએ મોટી રેડ કરીને ગેસ રિફિલિંગનુ મોટુ કૌભાંડ ઝડપી પાડ્યુ છે. પોલીસે અચાનક દરોડા પાડીને હાલોલ, કાલોલ અને ગોધરામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. 


પંચમહાલમાં SOG પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યુ છે. હાલોલ, કાલોલ, ગોધરા એમ ત્રણ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગને ઝડપી પાડ્યુ છે, આ કાર્યવાહીમાં પોલીસે 66 નંગ ગેસની બોટલો મળીને કુલ 1.39 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. સાથે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર ત્રણ ઇસમોને પણ ઝડપી પાડ્યા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી રાંધણ ગેસની બોટલમાથી ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગનું કરી વેચાણ કરતા હતા.
 
ઝડપાયેલા આરોપીઓ 
1. સમીર મન્સૂરી 
2. અજીત કુશવાહ 
3. ભાવિન નાથાણી


 


World Test Championship: સૌરાષ્ટ્રની સિંગર ગીતા ઝાલા ગાશે રાષ્ટ્રગાન, મિકાસિંહ સાથે કરી ચૂક્યા છે પરફોર્મ


ઇગ્લેન્ડમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના મહિલા સિંગર ગીતા ઝાલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના રોજ  ઓવલ ખાતે શરૂ થશે. તેઓ પોતાની અસાધારણ પ્રતિભા માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના જાણીતા સિંગર મિકા સિંહ સાથે પરફોર્મ કર્યું છે. તેઓ ઇગ્લેન્ડમાં આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સિંગર બનશે. સંગીત નિર્દેશક રાહુલ મુંજરીયાએ રાષ્ટ્રગાન માટે સંગીત તૈયાર કર્યું હતું. ગીતા ઝાલાને વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં ટાઇટલ સોંગને લઇને લોકપ્રિયતા મળી હતી. તેમણે ગુજરાતી, પંજાબી અને બોલિવૂડમાં અનેક ગીત ગાયા છે. ગીતા ઝાલાએ જે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમાં 'Moorni Refix,' 'Ranjhana,' 'Aaja Maahi,' 'Oh Miss,' and 'Thodi Vaar નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે કિર્તીદાન ગઢવી સાથે ‘પટોડુ’ ગીતમાં કામ કર્યું છે.


WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન ટીમમાં ભારતના આ યુવા ખેલાડીની થઇ સીધી એન્ટ્રી, IPLમાં મચાવી છે ધમાલ


WTC Final 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સના સ્ટાર ઓપનર યશસ્વી જાયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જાયસ્વાલને પોતાના શાનદાર પ્રદર્શન માટે ઇનામ મળ્યુ છે. જાયસ્વાલ સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે આવતા મહિને રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભાગ લેશે. જાયસ્વાલ ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ટીમમાં સામેલ થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે WTC ફાઈનલ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં ફેરફાર કર્યો છે. અગાઉ ઋતુરાજ ગાયકવાડને ટીમ સાથે સ્ટેન્ડ બાય ઓપનર તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની જગ્યાએ યશસ્વી જાયસ્વાલના નામની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઋતુરાજ ગાયકવાડ ફાઈનલ મેચ માટે ઉપલબ્ધ નથી. આઈપીએલ ફાઈનલ પછી તરત જ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા ગાયકવાડને રજા આપવામાં આવી છે. હવે ગાયકવાડની જગ્યાએ યશસ્વી જાયસ્વાલ ટીમ સાથે જોડાઇ જશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો જાયસ્વાલને મુખ્ય ટીમનો ભાગ બનાવી શકાય છે.