IPL 2023, Tribute For MS Dhoni: આજે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 10મી વાર IPLની ફાઇનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇ સુપર કિંગ્સે પ્લેઓફ મેચમાં ગુજરાતની ટીમને જ હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી હતી. હવે આજે ફરી એકવાર ચેમ્પીયન બનવા માટે ધોનીની ટીમે હાર્દિક સેનાને હરાવવા પ્રયાસ કરશે. ખાસ વાત છે કે, ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ અત્યાર સુધી કુલ ચાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023ની ટાઈટલ મેચ દ્વારા પોતાની 250મી આઈપીએલ મેચ રમશે. આ મેચ પહેલા બીસીસીઆઈએ એમએસ ધોનીને ખાસ ટ્રિબ્યૂટ આપ્યુ છે. 


IPL તરફથી એક ખાસ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પીચ ક્યૂરેટરથી લઈને સિક્યૂરિટી ગાર્ડ સુધી બધાએ ધોની વિશે વાત કરી છે, વીડિયોમાં ધોનીના કેટલાય ફેન્સ દેખાઇ રહ્યાં છે. આમાં એક નાનો ફેન પણ જોવા મળ્યો છે. બધાએ ધોની વિશે વાત કરી અને ધોની સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી. મહેન્દ્ર સિંહ ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હંમેશા આધારસ્તંભ રહ્યો છે.






આઇપીએલ 2023માં શાનદાર ફૉર્મમાં દેખાઇ રહ્યો છે ધોની  - 
મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં બેટ્સમેન તરીકે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. 11 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ધોનીએ 34.67ની એવરેજ અને 185.71ની સ્ટ્રાઇક રેટથી 104 રન બનાવ્યા છે. આમાં તેનો હાઈ સ્કૉર અણનમ 32 રહ્યો છે. આ દરમિયાન તેને 10 છગ્ગા પણ ફટકાર્યા છે. 


શું પોતાની છેલ્લી સિઝન રમી રહ્યો છે ધોની ?
આ સિઝનની શરૂઆતથી જ મહેન્દ્ર સિંહ ધોનીની IPL નિવૃત્તિની ચર્ચાઓ વધી રહી છે. ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તેની ઓફિશિયલી રીતે કોઈને ખબર નથી. ટૂર્નામેન્ટ દરમિયાન એક મેચ બાદ આ વિશે વાત કરતા ધોનીએ કહ્યું કે, તેની પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે.


ફ્રેન્ચાઇઝીના સીઇઓ કાશી વિશ્વનાથન પણ ધોની આગામી સિઝનમાં રમવાની અપેક્ષા રાખી રહ્યા છે. કાસી વિશ્વનાથનને પણ ખબર નથી કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. હવે જોવું એ રસપ્રદ રહેશે કે આ સિઝન બાદ ધોની શું નિર્ણય લે છે.