હારીજઃ પાટણના હારીજમાં સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પાટણના હારીજમાં સગીરાને લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે.


મળતી જાણકારી અનુસાર, હારીજમા રાવળ શૈલેષ નામનો આરોપીએ અવાવરૂ જગ્યાએ લઇ જઇને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી શૈલેષ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાની માતાએ નરાધમ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરી કલાકોમા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.


Mehsana: મહેસાણાના વિસનગરમાં રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસ્યો યુવક, કિશોરી પર દુષ્કર્મ આચર્યુ


મહેસાણાના વિસનગરમાં કિશોરી પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી.  મળતી જાણકારી અનુસાર વિસનગર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ વાઘેલા વિશાલ ગોવિંદસિંહ છે.


એટલુ જ નહી આરોપી કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે પણ દબાણ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી વિઘાલે વિશાલ વિરુદ્ધ  વિસનગર તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. વિસનગર તાલુકા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.


Surat: નવ વર્ષની બાળકીને અડપલા કરનારા નરાધમને સાત વર્ષની સજા ફટકારાઇ


સુરતઃ સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર નરાધમને સાત વર્ષની સજા કરવામાં આવી હતી. શહેરના લિંબાયતમાં પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ કરવાના ઇરાદા સાથે બાળકીને અડપલા કર્યા હતા. બાળકીની માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.મળતી જાણકારી અનુસાર, લિંબાયતમાં નવ વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર નરાધમને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી હતી.


પાડોશમાં રહેતા 25 વર્ષીય યુવકે પંખો રીપેર કરવા મદદ માટે લઈ જઈ દુષ્કર્મના ઇરાદે શારીરિક અડપલાં કર્યા હતા. બાળકીએ પ્રતિકાર કરતા નરાધમે તેને ઘરે મુકી દીધી હતી. જ્યાં બાળકીએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. બાદમા માતાએ નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Accident:  જામનગરના મોડપર ગામે કૂવાથી પાણી ભરતી યુવતીનો પગ લપસતાં દુર્ઘટના, 2નાં મૃત્યુ


જામનગરમાં  નજીક મોડપર ગામે કુવામાં ડૂબી જતાં 2નાં મૃત્યુ થયા છે. કૂવામાંથી પાણી ભરતી વખતે પગ લપસી જતાં દુર્ઘટના ઘટી હતી.


જામનગરમાં  નજીક મોડપર ગામે કુવામાં ડૂબી જતાં 2નાં મૃત્યુ થયા છે. કૂવામાંથી પાણી ભરતી વખતે પગ લપસી જતાં દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. બંને યુવતીઓ પાણી ભરવા માટે ગઇ હતી. આ સમયે એક યુવતીનો પગ લપસી જતાં તે કૂવામાં પડતાં બીજી યુવતી તેને બચાવવા જતાં બંને કૂવામાં ખાબકી હતી. ભારતીબેન કુરમુર અને નકુલ કરમુર બંનેના મોત થયા છે.