અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇકલિંગ કરવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇકલિંગ  કરવાના રેટમાં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  હવેથી રિવરફ્રન્ટ પર સાઇકલ ચલાવવાના પ્રતિ કલાકના આઠ રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ પ્રતિ કલાકના બે રૂપિયા વસૂલવામાં આવતા હતા. હવે 15 મિનિટના બે રૂપિયા વસૂલવામાં આવશે. 30 દિવસના સબસ્ક્રિપ્શન માટે 199 રૂપિયાનો પ્લાન યથાવત રાખવામાં આવ્યો છે.


Ahmedabad: પ્લાસ્ટિક કપ પર પ્રતિબંધ લાદવાના મનપાના નિર્ણયનો વેપારીઓએ કર્યો વિરોધ


અમદાવાદ: અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાએ નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.  પેપર કપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. મનપા કચેરી પહોંચી મેયર કિરીટ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું.  વેપારીઓનું કહેવું છે કે, મહાનગરપાલિકાના નિર્ણયથી તેમની રોજી રોટી છીનવાઈ જશે. ન માત્ર પ્લાસ્ટિક અને કાગળના કપ પરંતુ મનપા અન્ય 19 પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પર પ્રતિબંધ લાદી શકે છે. જેમાં પ્લાસ્ટિકના ઝંડા, આઈસ્ક્રીમ સ્ટીક....પ્લાસ્ટિક સ્ટ્રો....અને પ્લાસ્ટિક ટ્રે જેવી ચીજ વસ્તુ સામેલ છે. 


20 જાન્યુઆરીથી ચાની કીટલી પર પેપર કપમાં વેચાતી ચા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.  પેપર કપનો ઉપયોગ કરનાર ચાના કીટલીના વેપારી પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.  જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોજના ચાના 20 લાખ કપ કચરામાં મળી આવતા હોવાના કારણે ગંદકી વધુ થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે તેને ધ્યાનમાં રાખીને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જોકે ચાની કેટલીના વેપારી તેમજ પેપર કપના ટ્રેડર્સ લોકો રોજગારીથી વંચિત થઈ જશે તેને લઈને આજે એએમસીમાં આવીને વિરોધ કર્યો અને આ વેદનપત્ર મેયર કિરીટ પરમારને આપવામાં આવ્યું હતું.  જણાવ્યું કે જો કાગળ ના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમારી રોજી રોટી ને ભારે નુકસાન થશે અને એટલા જ માટે વેપારીઓ નાખુશ છે. 


Helmet: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડક પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘૂમ, ભૂપેન્દ્ર પટેલ સરકારને કરી આ ટકોર


Gujarat Helmet Rule: રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી હતી