પાટણઃ વેબસાઈટ પર યુવતીઓના સારા સારા ફોટા દેહવ્યાપાર માટે બતાવી ઓનલાઈન ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાયા છે. પાટણ સાયબર ક્રાઈમ સેલે યુવતીઓના ફોટો બતાવી ડિપોઝીટ પેટે ઓનલાઈન ઠગાઈ કરતા ત્રણ શખ્સો ઝડપી પાડ્યા છે. દેહવ્યાપારના બાને ત્રણ ઈસમો ડિપોઝીટ પેટે રૂપિયા પડાવી ઓનલાઈન ઠગાઈ કરતા હતા.
પ્રકાશ ઠાકોર (રહે. મેઘપર, અંજાર કચ્છ), વિશાલ વાળંદ (રહે. અંજાર કચ્છ) અને રવિ ભેરુસિંહ સોલંકી (રહે. સાદાસ બનેડા રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યા છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ.
Rajkot : સરધારમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણે અને કેમ કરી હત્યા?
રાજકોટઃ સરધાર પાસે પથ્થરના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સાથે રહેલા 2 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે અને બંને હત્યારાઓને જેલ હવાલે પણ કરી દીધા છે.
મુળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા બે વર્ષથી સરધારમાં ખેત મજૂરી કરતા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 23 વર્ષીય વિરસિગ મહોબતસિંગ સિંગાળ તેના માસુમ પુત્ર સાથે સાયકલમાં જઈ રહ્યો હતો. આ સમયે કૌટુંબિક ભાઈઓએ પથ્થરનાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 2 વર્ષનાં માસુમને પણ પથ્થર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અને માસુમને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
વિરસિંગને સંતાનમાં બે પુત્ર છે. સૌથી મોટો પુત્ર સચીન બે વર્ષનો છે. તેનાથી નાનો અશ્વિન બે માસનો છે. વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ પર બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો. ત્યાંથી બપોરે પરત વાડીએ જતો હતો. આ સમયે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં હતી. કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.