India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગઈકાલ કરતાં આજે કોરોના કેસમાં 15.8 ટકાનો વધારો થયો છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720  નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે.


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.



  • કુલ એક્ટિવ કેસઃ 9,55,319

  • કુલ ડિસ્ચાર્જઃ  3,36,30,536

  • કુલ મૃત્યુઆંકઃ  4,84,655

  • કુલ રસીકરણઃ  153,80,08,200





આ સેલેબ્સ, નેતાઓ થયા સંક્રમિત


દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા


 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે.