KHEDA : ખેડા જિલ્લામાં નડિયાદ લવ જેહાદ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી યાસરખાનના રિમાન્ડ દરમિયાન આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. આરોપી યાસરખાન પઠાણ પીડિતાને ઉત્તરસંડા રોડ પર આવેલી દેવ મોટેલમાં લઇને રોકાયો હતો. પણ ખાસ વાત એ છે કે આરોપી રજીસ્ટરમાં કોઈ પણ જાતની નોંધણી કર્યા વગર પીડિતાને લઈ આરોપી પીડિતાને લઈ આરોપી દેવ મોટેલમાં રોકાયો હતો. આરોપીના આ ખુલાસા બાદ પોલીસે દેવ મોટેલના મેનેજર દિનેશ પટેલની અટકાયત કરી છે. પણ અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે જે દેવ મોટેલનો માલિકે અત્યાર સુધી આવી રીતે કેટલા લોકોને રજીસ્ટરમાં નોંધ કર્યા વગર રૂમની સુવિધા આપી છે?
યુવતીને એકલી દુબઇ મોકલી દીધી હતી
નડિયાદ લવ જેહાદ કેસમાં આરોપી યાસરખાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઇ જવાના સપના દેખાડ્યા હતા અને પોલેન્ડના ખોરતા કાગળો બતાવી યુવતીના પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ યુવતીને એકલી દુબઇ મોકલી દીધી હતી, જ્યાં વેશ્યાવૃત્તિ ચાલતી હોય તેવો હોટેલમાં યુવતીને ઉતારો આપ્યો હતો. યુવતને સમગ્ર મામલાની જાણ થતા ભારત પરત આવી હતી.
અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ
નડિયાદ લવ જેહાદ કેસમાં નડિયાદમાં હિન્દુ યુવતીને એક લઘુમિત સમાજના યુવક યાસરખાને પોતાના પ્રેમજાળમાં ફસાવી યુવતીને વિદેશ લઇ જવાનું કહી કહીને તેના પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ યુવતીને વિવિધ જગ્યાએ લઇ જય દુષ્કર્મ આચર્યું હતું. આ લવજેહાદના પ્રકરણમાં વિધર્મી યુવકની માતા, પિતા, ભાઈ તથા પરિવારના સભ્યો અને બોગસ ટિકીટ બનાવી આપનાર શખ્સ મળી કુલ 10 લોકો સામે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી . પીડિતાની ફરિયાદ બાદ પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી. નડિયાદ લવ જેહાદ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જિલ્લાની જેલમાં છે.