નવી દિલ્હીઃ ગૂગલ તમને Google Driveમાં માત્ર 15GB ફ્રી સ્પેસ આપે છે. આ 15GBની લિમીટમાં તમારુ Gmail એકાઉન્ટ (મેસેજ અને એટેચમેન્ટ) અને Google Photos પણ સામેલ છે. આવામાં ગૂગલ ડ્રાઇવનુ સ્ટૉરેજ બહુ ઓછા સમયમાં ફૂલ થઇ જાય છે. જોકે કેટલાક આસાન સ્ટેપ્સથી તમે ગૂગલ ડ્રાઇવને ક્લિન કરીને ફરીથી જગ્યા બનાવી શકો છો. અહીં અમે તમને Google ડ્રાઇવ ખાલી કરવાના આસાન સ્ટેપ્સ બતાવી રહ્યાં છીએ. 


ચિંતા ના કરો, આ માટે તમારે Google ડ્રાઇવ પર વધુ સમય ખર્ચ કરવાની જરૂર નહીં પડે. અહીં તમને એક સ્ટૉરેજ મેનેજમેન્ટનુ ફિચર આપવામાં આવ્યુ છે, જે તમારી તમામ ફાઇલોની સાઇઝના હિસાબથી લિસ્ટ બનાવી દે છે. જે મોટી ફાઇલ હશે તે સૌથી ઉપર દેખાશે. 


આ રીતે ડિલીટ કરો ફાલતૂ ફાઇલ્સ -


1. સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં Google ડ્રાઇવ વેબસાઇટ ખોલો, તમારી ડાબી બાજુ Storage નો ઓપ્શન દેખાશે, આના પર ક્લિક કરો. 


2. આનાથી તમને ખબર પડશે કે તમારી પાસે કેટલી સ્પેસ ખાલી છે, અહીં તમને તમામ મોટી ફાઇલોનુ લિસ્ટ મળી જશે. 


3. કોઇ ફાઇલને સિલેક્ટ કરવા માટે તેના ઉપર ક્લિક કરો, એકથી વધુ ફાઇલ પસંદ કરવા માટે કમાન્ડ/કન્ટ્રૉલ બટન દબાવીને રાખો. 


4. ફાઇલને હટાવવા માટે ઉપરની બાજુએ ટૂલબારમાં આપવામાં આવેલા Delete બટન (આ ટ્રેશકેન આઇકૉન જેવુ દેખાય છે) પર ક્લિક કરો. 


5. આ રીતે તમારી Google ડ્રાઇવ ફાઇલ ડિલીટ થઇને Trash ફૉલ્ડરમાં જતી રહેશે. 


6. તમે ઇચ્છો તો એકવારમાં આખુ ફૉલ્ડર પણ ડિલીટ કરી શકો છો. 


આ સ્ટેપ પણ છે જરૂરી - 


1. ડિલીટ થયા બાદ ફાઇલ્સ Google ડ્રાઇવ પર તો નથી દેખાતી, પરંતુ આના Trash ફૉલ્ડરમાં જતી રહે છે. 


2. આ ડેટા 30 દિવસ સુધી આ ફૉલ્ડરમાં રહે છે અને જગ્યા પણ રોકે છે. 


3. એટલા માટે હવે Storage ની ઉપર આપવામાં આવેલા Trash ફૉલ્ડર પર જઇને ફાલતુ ફાઇલ્સ હંમેશા માટે ડિલીટ કરવી પડશે. 


આ પણ વાંચો....... 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના


અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર


મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”