મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબિતાજી એટલે કે મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવાર નવાર પોતાની ગ્લેમરસ અને નવી નવી તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પિન્ક કલરના આઉટફિટમાં પોતાની સિઝલિંક લૂક વાળી તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. જુઓ..... 


ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. પિન્ક ડ્રેસમાં ખુલ્લા વાળ અને કાનમાં ઇયરરિંગથી પોતાના લૂકને પુરો કર્યો છે. એટલુ જ નહીં એક્ટ્રેસે બન્ને હાથમાં જુદીજુદી વીંટીઓ પહેરીને પૉઝ આપ્યા છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. 
 
ખાસ વાત છે કે ટીવીનો સૌથી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં મુનમુન દત્તા નથી દેખાતી, તે શૉમાંથી બહાર થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સમાં મુનમુન દત્તા અને તારક મહેતાનો ટપ્પૂ ઉર્ફે રાજ અનડકટ વચ્ચે રિલેશનશીપની વાત ઉડ્યા બાદ શૉમાથી દુર થઇ ગઇ હતી. 




જોકે હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથે રિલેશનશીપમાં હતી, પરંતુ આ સંબંધ પણ બહુ લાંબો ના ટક્યો. હાલ એક્ટ્રેસ ટીવીના પડદા પરથી દુર છે, અને પોતાનો બિઝનેસ સંભાળી રહી છે.