રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ 4 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક કુંદ્રાની કંપનીમાં કામ કરતો કાસ્ટિંગ ડિરેક્ટર હોવાનું કહેવાય છે. રાજ કુન્દ્રા હાલ આ કેસમાં જામીન પર બહાર છે
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં મોટો દરોડો પાડ્યો હતો. પોલીસે મુંબઈના વર્સોવા અને બોરીવલી વિસ્તારમાંથી 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક કાસ્ટિંગ ડિરેક્ટર પણ રાજની કંપની સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે. રાજ કુન્દ્રાને આ કેસમાં 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા અને તેના સાથી રેયાન થોર્પે વિરુદ્ધ 1500 પાનાની ચાર્ટશીટ કોર્ટમાં દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ બંને પોર્નોગ્રાફી રેકેટના મુખ્ય કિંગપિન છે.
ગત વર્ષે 19 જુલાઇએ થઇ હતી ધરપકડ
રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19મી જુલાઈએ પોર્નોગ્રાફિક ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રાજના આઈટી સહયોગી રેયાન થોર્પની પણ બીજા દિવસે એટલે કે 20 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજની ધરપકડ બાદ કેટલીક વોટ્સએપ ચેટ્સ સામે આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે રાજે પોર્ન ફિલ્મો બનાવવાના બિઝનેસમાંથી સારી એવી કમાણી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ આ ફિલ્મોમાંથી દરરોજ લગભગ 8 લાખની કમાણી કરતો હતો.
શિલ્પાના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરી રહ્યાં છે રાજ કુંદ્રા
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીના નામે 5 ફ્લેટ ટ્રાન્સફર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાએ મુંબઈમાં પોતાના બંગલા 'કિનારા'નો આખો ફર્સ્ટ ફ્લોર પત્ની શિલ્પા શેટ્ટી કુન્દ્રાના નામે ટ્રાન્સફર કરી દીધો છે, જેમાં 5 ફ્લેટ છે. આ પ્રોપર્ટીની કિંમત 38.5 કરોડ જણાવવામાં આવી રહી છે. તેમનો બંગલો બીચથી લગભગ 300 મીટર દૂર બનેલો છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાનું સાચું નામ રિપુ સુદાન કુન્દ્રા છે. હાલમાં શિલ્પા અને રાજ કુન્દ્રા આ બંગલામાં રહે છે.