Watermelon Farming: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં જાગૃતિ આવી છે. હવે તેઓ પરંપરાગત ખેતી પાકના બદલે અન્ય પાકોની ખેતી કરતાં થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોમાં તરબૂચની ખેતીનું ચલણ વધી રહ્યું છે. આ ખેતી ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં કરવામાં આવે છે.
તરબૂચની ખેતીની ખાસ વાત એ છે કે અન્ય પાકોની તુલનામાં ઓછા સમયે, ઓછા ખર્ચે અને ઓછા પાણીની જરૂરિયાતથી કરી શકાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ તરબૂચની ખેતી ટેકનિકથી કરવામાં આવે તો તેમાંથી લાખો રૂપિયાનો નફો કમાઈ શકાય છે. ઉનાળામાં તરબૂચની ભારે માંગ હોય છે. આ દરમિયાન ખેડૂતો તગડો નફો કમાઈ શકે છે.
તરબૂચની ખેતી માટે ગરમ આબોહવાવાળું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ હોય છે. 25 થી 35 ડિગ્રી તાપમાનમાં તેનો સારો વિકાસ થાય છે. રેતાળ જમીન તેના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત તરબૂચની વાવણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાવણી પહેલા જમીનને સારી રીતે ખેડવી જોઈએ. ખેતરમાં પાણીના માત્રા વધારે કે ઓછી ન હોવી જોઈએ. માટીમાં છાણીયું ખાતર નાંખવું જોઈએ.
વાવણીની રીત
તરબૂચની ખેતી જમીનના પ્રકાર પર ખૂબ નિર્ભર છે.
તરબૂચના બી આશરે 3 મીટરના અંતર પર 50 સેંટીમીટરનો ક્યારો બનાવીને કરવામાં આ છે.
બી રોપ્યા બાદ તે જગ્યાને માટી, છાણીયા ખાતરથી ભરી દો.
10-15 દિવસ બાદ છોડના અંકૂર ફૂટશે. જે બાદ સ્વસ્થ છોડ રાખીને અન્ય છોડની નિંદામણ કરી લો.
આમ કરવાથી પાક સારો આવશે.