રાજકોટઃ રાજકોટમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી બસમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી બસમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાનો નાનો ભાઈ સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહ્યો છે જેના કારણે તે અને તેનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં હતો. ત્યારે રાત્રિ દરમિયાન સગીરા જમવાનું લેવા ગઈ ત્યાં લોટરી બજાર પાસે એક બાઈક ચાલક આવ્યો અને રૂપિયા અને ફેરવવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો. બાદમાં સગીરાને ચોટીલા લઈ જવા સ્લીપર કોચ બસમાં બેઠા અને શરીર સંબંધ બાંધવા મોબાઈલ અને 500 રૂપિયાની લાલચ આપી હતી. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચાર્ય બાદ આરોપી શખ્સ સગીરાને ફરી વાર સિવિલ હોસ્પિટલ ખાતે મૂકી જતા સગીરાએ આ અંગેની ફરિયાદ માતાને કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદ પરથી ભગવતી પરામાં રહેતા રિક્ષા ચાલક હનીફ આરબ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી શખ્સ બે બાળકનો બાપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Anand : ટ્રકથી પોલીસને કચડીને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, ટ્રક પણ મળી આવી
બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિકમાં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા ઘટના બની હતી. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આણંદની શ્રી કૃષ્ણ મેડીલક હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી હતી. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે. પોલીસકર્મીને નિધનને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પોસ્ટમોર્ટમ પછી લાશ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવવામાં આવ્યું છે.
વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે રિલાયન્સ Jioના આ પ્લાન, દરરોજ મળશે 3GBથી પણ વધુ ડેટા, જાણો.......