Indian Air Force: ભારતીય વાયુસેના (IAF) લાઇટ કૉમ્બાટ એરક્રાફ્ટ (LCA) તેજસ માર્ક- 2 જેટના 6 સ્ક્વૉડ્રનને સામેલ કરવાની છે. તેજસ માર્ક-2 (Tejas Mark 2)નું પ્રૉડક્શન શરૂ થયા બાદ વાયુસેના અને વધુ સંખ્યામાં આ ફાઇટર માટે ઓર્ડર આપશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, જેટનુ પ્રૉડક્શન શરૂ થયા બાદ ભારતીય વાયુસેના (Indian Air Force) આ જેટ્સની વધારે સંખ્યા પર વિચાર કરશે.
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (VR Chaudhari)એ કહ્યું કે આના ના માત્ર વાયુસેના મજબૂત થશે પરંતુ ભારતીય વિમાન ઉદ્યોગને પણ ખુબ પ્રોત્સાહન મળશે.
તેજસ માર્ક-2ની શું છે તાકાત ?
તેજસનુ એડવાન્સ્ડ વર્ઝન 'તેજસ માર્ક-2' 56 હજારથી વધારે ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. તેજસ માર્ક-1 ની ફ્લાઇંગ સીલિંગ 50 હજાર ફૂટનું છે. આ એડવાન્સ્ડ વર્ઝનથી વધારાની ઉંચાઇથી દુશ્મન પર હુમલો કરવામાં મદદ મળશે. આની સ્પીડ 2385 કિમી પ્રતિ કલાક છે. રેન્જની વાત કરીએ તો આની રેન્જ 2500 કિલોમીટર સુધી છે. પોલૉડનુ વજન લગભગ 6500 કિલોગ્રામ છે.
કયા કયા હથિયારો વાળુ છે વર્ઝન ?
નવા મૉડલમાં વિમાનના વિંગ્સના આગળના બન્ને બાજુ કનૉટ આપવામાં આવ્યા છે, જેનાથી જેટ (Jet) દુશ્મનના ફાયરિંગ એટેક (Firing Attack) થી બચવામાં સફળ થઇ શકશે. આ વિશેષતા તેજસના હાલના વર્ઝન એટલે કે માર્ક-1 (Tejas Mark-1)માં નથી. મિસાઇલ એપ્રૉચ વૉર્નિંગ સિસ્ટમ છે. દુશ્મન દેશની મિસાઇલને કન્ફ્યૂઝ કરવાની ક્ષમતા પણ આમાં રહેલી છે. આ ઉપરાંત એર ટૂ સરફેસ મિસાઇલ અને 30 એમએમની ગન સહિત કેટલાય હથિયારો પણ લગાવવામાં આવશે.
આ પણ વાંચો......
Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર
Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ
Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ
Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે