Surat : સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેથી પરિવારની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ ચાર મહિના સુધી આચર્યું દુષ્કર્મ
સુરત અડાજણના પાલનપુર ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે 14 વર્ષની કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર અલગ અલગ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આવું છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વીડિયો પણ બનાવી લીધા હતાં. બાદમાં કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી ઉમંગે આપી હતી.સાથે વિડીયો ના નામે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
મિત્રો સાથે શેર કર્યા વિડીયો
આરોપી ઉમંગ અવારનવાર કિશોરીને પીંખતો હતો. સાથે જ વીડિયો બનાવતો હતો.પોતાના મોબાઈલમાં રહેલા કિશોરી સાથેના બિભત્સ વીડિયો ઉમંગે પોતાના મિત્રોને વોટ્સએપ પર મોકલ્યા હતાં. જેથી કિશોરીના વીડિયો વાઈરલ ઉમંગે કર્યા હતાં. આ અંગેની જાણ યુવતીના પરિવાર ને થાત તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો બાદમાં ફરિયાદ કિશોરીના પરિવારે આપતાં અડાજણ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સાથે આ બાબત ગંભીરતા ને લઈ આરોપી ઉમંગની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી સાથે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે.
બળાત્કારના કેસમાં બે યુવકોને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.
ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.