મુંબઇઃ બૉલીવુડની હૉટ હસીના કરિના કપૂર ખાન ફરી એકવાર કામ પર પરત ફરી છે. છેલ્લીવાર એક્ટ્રેસ અક્ષય કુમારની સાથે ફિલ્મ ગૂડ ન્યૂઝમાં મોટા પડદા પર જોવા મળી હતી, ત્યારબાદ ડિલીવરીને લઇને કામમાંથી બ્રેક પર હતી, હવે રિપોર્ટ્ છે કે બેબો ફરીથી પોતાના ફેન્સનુ મનોરંજન પુરુ પાડવા આવી રહી છે, જોકે આ વખતે થિએટરમાં નહીં પરંતુ ઓટીટી પર ધમાલ મચાવવા તૈયાર છે.
રિપોર્ટ છે કે, કરિના કપૂર ખાન બહુ જલદી ઓટીટી ડેબ્યૂ કરશે, એક્ટ્રેસ ડાયરેક્ટ સુજોય ઘોષની ફિલ્મમાં જોવા મળશે, આ સાથે જ આ ફિલ્મમાં એક્ટર જયદિપ અહલાવત, અને વિજય વર્મા પણ કરિના કપૂર સાથે જોવા મળશે, સુજોયની આ ફિલ્મ જાપાનના જાણીતા પુસ્તકની આઘાી છે, જાપાની લેખક કીગો હિગાશિનોનું પુસ્તક ઘ દિવોશન ઓફ સ્પેક્ટ એક્સ પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. રિપોર્ટ છે કે, આ ફિલ્મનુ શૂટિંગ આગામી અઠવાડિયાથી શરૂ થઇ જશે. પહેલુ શિડ્યૂલ દાર્જલિંગમાં છે, જ્યારે બીજુ શિડ્યૂલ મુંબઈમાં જ કરાશે, મુંબઈ માટે મે મહિનાનો એન્ડનો સમય ફાળવવામાં આવ્યો છે.
જૂનમાં વરસાદની સિઝન શરુ થઈ જાય છે જેના કારણે ડાયરેક્ટરે આ ફિલ્મનું શૂટિંગ મેના અંત સુધીમાં પુરુ કરવાની યોજના બનાવી છે. જો કે ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરાયુ નથી અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. રિપોર્ટ છે કે, આ ફિલ્મની કહાની મર્ડર મિસ્ટ્રીથી ભરપુર હશે, આગામી માર્ચ મહિનામાં ફિલ્મ રિલીઝ થઇ શકે છે.
--
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા