મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અજય દેવગન અને સાઉથ -કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઇને થયેલો ઝઘડાએ હવે મોટુ રૂપ લઇ લીધુ છે. હિન્દીને રાષ્ટ્રભાષા માનવી કે ના માનવી તેને લઇને હવે કર્ણાટકના રાજનેતાએ પોતાનુ નિવેદન આપ્યુ છે. ખરેખરમાં સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્ર ભાષા નથી. આ નિવેદન અંગે અજયે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ સાથે જ કિચ્ચાને સવાલ પણ કર્યો હતો કે જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો સાઉથ ઇન્ડસ્ટ્રીના મેકર્સ પોતાની ફિલ્મ હિંદીમાં ડબ કેમ કરે છે? હવે આ હિન્દી રાષ્ટ્રભાષા વિવાદમાં કુમારસ્વામી અને સિદ્ધારમૈયાનીએ એન્ટ્રી કરી છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી, અને અજયના વ્યવહારને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. તેમણે અજયને તેની પહેલી ફિલ્મની યાદ અપાવી છે. તેમને લખ્યું - 'અજય દેવગને એ વાતની ખબર હોવી જોઈએ કે કન્નડ સિનેમા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પછાડી રહ્યું છે. કન્નડવાસીઓના પ્રોત્સાહનને કારણે જ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે. દેવગને એ ના ભૂલવું જોઈએ કે તેની પહેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' બેંગલુરુમાં એક વર્ષ સુધી ચાલી હતી.'
અન્ય એક પોસ્ટમાં કુમારસ્વામીએ કહ્યું હતું, 'એક્ટર કિચ્ચા સુદીપે એમ નથી કહ્યું કે હિંદી રાષ્ટ્રભાષા નથી. તેના નિવેદનમાં ભૂલ શોધવાની કોઈ વાત જ નથી. અજય દેવગન હાઇપર નેચરનો છે અને તેનો વ્યવહાર હાસ્યાસ્પદ દેખાઈ આવે છે.'
આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અજય દેવગનની પોસ્ટ પર રિપ્લાય આપીને કહ્યું હતું, 'હિંદી અમારી રાષ્ટ્રભાષા ક્યારેય નહોતી અને ના ક્યારેય થશે. આપણા દેશની ભાષાની વિવિધતાનું સન્માન કરવું પ્રત્યેક ભારતીયનું કર્તવ્ય છે. તમામ ભાષાનો પોતાનો સમૃદ્ધ ઈતિહાસ હોય છે અને તેના પર લોકોને ગર્વ છે. મને કન્નડ હોવા પર ગર્વ છે.'
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા