અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં બનેવી અને સાળી (પત્નીની બહેન) વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે તેમની વચ્ચેના સંબંધોને "અનૈતિક"ગણાવ્યા હતા પરંતુ કહ્યું હતું કે જો મહિલા પુખ્ત છે, તો સંબંધ બળાત્કારના ગુનાની કેટેગરીમાં સામેલ થતો નથી. કોર્ટે આ ટિપ્પણી એવા કેસમાં કરી છે જેમાં બનેવી પર પોતાની સાળીને લગ્નની લાલચ આપીને ભગાડવા અને બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો.






શું હતો મામલો?


જીજાજી પર આરોપ હતો કે તેણે પોતાની સાળીને લગ્નની લાલચ આપીને ભગાડી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે સંબંધની જાણકારી સાળીના પરિવારને થઇ ત્યારે આ કેસ દાખલ થયો હતો. મહિલા પુખ્તવયની હતી અને તેણે પોતાના પ્રથમ નિવેદનમાં આ આરોપોનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું અને આરોપી સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી.


કોર્ટનો નિર્ણય


જસ્ટિસ સમીર જૈનની સિંગલ બેન્ચે સ્વીકાર્યું હતું કે બનેવી અને સાળીનો સંબંધ સામાજિક અને નૈતિક દૃષ્ટિકોણથી ખોટો છે. કોર્ટે કહ્યું કે મહિલા પુખ્તવયની હતી અને આ સંબંધ તેણે સહમતિથી બાંધ્યો હતો અને જેથી તે બળાત્કારના ગુનાના દાયરામાં આવતો નથી. આરોપીની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ ન હોવાથી અને જૂલાઈ 2024થી કસ્ટડીમાં હોવાથી કોર્ટે તેને જામીન આપ્યા હતા.


આરોપી જીજાજી વિરુદ્ધ આઈપીસી કલમ 366 (લાલચ આપીને ભગાડવા), 376 (બળાત્કાર) અને 506 (ધમકી આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું હતું કે મહિલાએ પોતાની મરજીથી આ સંબંધ બાંધ્યો હતો અને તે પુખ્ત વયની હોવાથી આ કેસ બળાત્કાર ગણાતો નથી.                                                                                


Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....