Crime News : ઇડર પોલીસ સ્ટેશનમાં PI અને કોન્સ્ટેબલ પર હુમલો, પ્રોહિબિશનના આરોપીએ PIનું ગળું દબાવી ધમકી આપી

Sabarkantha News : પ્રોહિબિશનના એક આરોપીએ આ કેસની અદાવત રાખી પોલીસ સ્ટેશનમાં પોતાના મળતીયાઓ સાથે ઘુસી PI અને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો.

Continues below advertisement

Sabarkantha : સાબરકાંઠાના ઇડરમાં (Idar) જાણે કે આરોપીઓને પોલીસતો શું કાયદાનો પણ ભય રહ્યો નથી એવી ઘટના સામે આવી છે. ઇડર પોલીસ સ્ટેશન (Idar  Police Station)ના PI અને પોલીસ કોન્સ્ટેબલ પર પોલીસ સ્ટેશનમાં જ હુમલો (Attack on PI and constable) થયૉ છે. પ્રોહિબિશનના એક આરોપીએ આ કેસની અદાવત રાખી પોલીસ સ્ટેશનમાં પોતાના મળતીયાઓ સાથે ઘુસી PI અને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. 

Continues below advertisement

આરોપીએ PIને કહ્યું, “તમારાથી થાય એ કરી લો”
આ અંગે ઇડર વિભાગના ડીવાયએસપી  ડી.એમ ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રોહિબિશનના આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયાએ પહેલા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રોડ પર જ માર મારવાની ધમકી આપી હતી. ઘટના બાદ ઇડર પોલીસ સ્ટેશનના PIએ આરોપી સાથે વાત કરતા આરોપી ભગીરથસિંહે કહ્યું કે તે રૂબરૂ પોલીસ સ્ટેશન આવે છે અને તેમનાથી થયા એ કરી લે. 

પોલીસ સ્ટેશનમાં જ PIનું ગાળું દબાવ્યું
ડીવાયએસપી  ડી.એમ ચૌહાણના જણાવ્યા અનુસાર  આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયા પોતાના મળતીયાઓ સાથે ઇડર શહેર પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો અને PI જયદીપસિંહ પર જાનલેવા હુમલો (Attack on PI and constable) કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આરોપીએ PIનું ગળું દબાવી છાતીના ભાગે માર માર્યો હતો અને ધમકી આપી હતી. આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી. PIની ચેમ્બરની બહાર દિવાલે લગાવેલ ટર્ન આઉટના કાચને તોડ્યા હતા.

ઘટના બાદ આરોપી ફરાર 
જો કે આ ઘટના બાદ આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયા અને તેના મળતીયાઓ તકનો લાભ લઇ પોલીસ સ્ટેશનથી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ  307, 120-B, 143, 148 અને 149 મુજબ ગુનો દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola