Azam Ansari Arrested: બોલિવૂડના 'દબંગ' અભિનેતા સલમાન ખાનની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, કેટલાક ચાહકો તેમના મનપસંદ અભિનેતા જેવા દેખાવા માટે શરીર બનાવે છે અને તેના જેવા જ દેખાય છે. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે અમુક સમયે તમે સલમાન ખાન જેવા જ દેખાતા 'આઝમ અંસારી'ને જોયો હશે. ડુપ્લિકેટ સલમાન ખાન તરીકે પ્રખ્યાત આઝમ ઘણીવાર જાહેર સ્થળોએ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતો જોવા મળે છે, પરંતુ હવે તેની આ ઘેલછા તેના પર ભારે પડી છે. લખનઉ પોલીસે તેની ધરપકડ કરી છે.


શું છે મામલો


સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયો બનાવવા માટે જાણીતા ડુપ્લિકેટ સલમાન ખાન ઉર્ફે આઝમ અંસારીની લખનઉ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની સામે શાંતિ ભંગ કરવાનો કેસ નોંધ્યો છે. આઝમની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે, ઘણા ચાહકોને લાગે છે કે જાણે સલમાન ખાનની ખરેખર ધરપકડ થઈ ગઈ હોય. જો કે એવું નથી, ધરપકડ કરાયેલ વ્યક્તિ આઝમ અંસારી છે, જેણે સલમાન ખાનની નકલ કરી હતી.




લખનઉ પોલીસે આઝમ વિરુદ્ધ કલમ 151 હેઠળ કેસ નોંધીને તેની શરૂઆત કરી છે. રવિવારે મોડી રાત્રે ઠાકુરગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. આઝમ સલમાન ખાનના લૂકમાં રસ્તા પર વીડિયો બનાવવા લાગ્યો હતો. જેના કારણે લોકોને ટ્રાફિક જામ અને ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય નકલી સલમાન ખાનને જોવા માટે ઘણી જગ્યાએ ભારે ભીડ જામી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઝમનો વીડિયો જોયા બાદ પોલીસે શાંતિ ભંગ કરવા બદલ ડુપ્લિકેટ સલમાન ખાનની ધરપકડ કરી હતી. આઝમનું સોશિયલ મીડિયા પર ખૂબ મોટું ફોન ફોલોઇંગ છે.




પણ વાંચોઃ


New Toyota and Maruti Creta:  નવી ટોયોટા અને મારુતિ ક્રેટા 20 kmplથી વધુની આપશે માઇલેજ, જાણો કેવા હશે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ


ટાટાની Avinya કારના નામનો શું થાય છે અર્થ ? 30 મિનિટમાં થશે ફૂલ ચાર્જ ને દોડશે 500 કિમી


Coronavirus: રાયગઢની હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત