Coronavirus: દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હવે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ ભોગ બની રહ્યા છે. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા એનઆઈડીમા કોરોના વિસ્ફોટ થયા બાદ ઓડિશામાં પણ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
કેવી રીતે પડી ખબર
સત્તાધીશોના જમાવ્યા મુજબ, ઓડિશાના રાયગઢ જિલ્લામાં આવેલી હોસ્ટેલમાં રહેતા 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રેન્ડમ ટેસ્ટિંગ બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થીઓમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા અને તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. રાયગઢના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાના જણાવ્યા મુજબ, હાલ સ્થિતિ કાબુમાં છે.
સંક્રમિતોમાં કોઈ લક્ષણો નહોતા
સરોજ કુમાર મિશ્રાએ જણાવ્યું, આ કોરોના આઉટબ્રેક નથી. પરંતુ રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન અમને બે હોસ્ટેલમાંથી 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણો નહોતા. હોસ્ટેલમાં મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ રાયગઢના જિલ્લાની અનવેશા હોસ્ટેલના છે અને તેઓ રાયગઢની વિવિધ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,403 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,093 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,60,905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 190,34,90,396 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,50,622 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ