PM NARENDRA MODI SCHOOL: પીએમ મોદીના વતન વડનગરને વધુ એક ભેટ મળવા જઈ રહી છે, વડનગરમાં 30 કરોડના ખર્ચે પ્રેરણા સ્કૂલ બનાવવામાં આવશે. નવા લુક સાથે પ્રેરણા સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું તે સ્કૂલને નવો લુક આપવામાં આવશે. પ્રેરણા સ્કૂલની પાસે ત્રણ માળનો વોચ ટાવર પણ ઉભો કરાશે. વોચ ટાવર પરથી આખું વડનગર નિહાળી શકાશે. પ્રેરણા સ્કૂલની પાસે પર્યટકો માટે કાફેટેરિયા પણ બનાવાશે. પ્રેરણા સ્કૂલમાં જૂનો ઇતિહાસ, વડાપ્રધાનની બાળપણની યાદો કંડારાશે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી અને ડોકટર વચ્ચે ઝઘડો, તબીબે ગાળ આપ્યાનો આરોપ
Ahmedabad Civil Hospital: સિવિલ હોસ્પિટલમાં દર્દી અને ડોકટર વચ્ચે ઝઘડો થયો છે જેનો એક વિડિયો પણ વાયરલ થયો છે. ડોકટરે દર્દી સાથે અભદ્ર વર્તન કર્યાની વાત સામે આવી છે.  ડોકટરે દર્દીને આપી ગાળ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દીન શેખે ડોકટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સમગ્ર મામલે તબીબ સર્જરી વિભાગમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. આ મામલે હવે બપોરે વિભાગના વડાઓ વચ્ચે બેઠક યોજાશે. ઘર્ષણ પાછળનું સાચું કારણ શોધવા તબીબોના વિભાગીય વડાઓ વચ્ચે બેઠક યોજવામાં આવશે. આ અંગે વીડિયોમાં હાજર મહિલા તબીબ પાસે પણ જવાબ માગવામાં આવશે. વીડિયોમાં દર્શાવતી ઘટનાની હકીકત અંગે સ્થિતિ જાણવામાં આવશે ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


 પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતાં માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું, શૈક્ષણિક કામગીરી બંધ કરાઈ


કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. 


પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.