✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UPમાં હોસ્પીટલની બેદરકારીઃ ઓપરેશન બાદ પેટમાં જ રહેવા દીધી કાતર, મહિલાનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2017 11:16 AM (IST)
1

આ સનસનીખેજ મામલે યુપીના ડેપ્યૂટી સીએમએ દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યૂટી સીએમનું કહેવું છે કે, જો તપાસમાં ડૉક્ટર દોષી ઠરશે તો તેન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલાની જિંદગી સાથે રમત કરવાનો આ કિસ્સો શહેરથી લગભગ 35 કીમી દુર મઉઆઇમા વિસ્તારની એક ખાનીગી હોસ્પીટલનો છે. મધર ચાઇલ્ડ હોસ્પીટલમાં સંધ્યા નામની એક મહિલાને ડિલીવરી માટે ભરતી કરાવવામાં આવી અને જ્યાં હોસ્પીટલના ડૉક્ટરે ઓપરેશન કર્યું. આરોપ છે કે, ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીના કારણે એક નાની કાતર આપી હતી, પેટમાં દુઃખાવો થતા મહિલાની અલ્ટ્રાસાઉન્ડ તપાસ કરાવવામાં આવી, તપાસમાં મહિલાના પેટમાં ઓપરેશન દરમિયાન કાતર રહી જવાની વાત બહાર આવી, ત્યારબાદ ડૉક્ટરે ફરીથી ઓપરેશન કરીને પેટમાંથી કાતર બહાર કાઢી દીધી હતી. ફરીથી કરાયેલા ઓપરેશન બાદ મહિલાન તબિયત લથડી અને બાદમાં મૃત્યુ થઇ ગયું હતુ.

2

અલ્હાબાદઃ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં ડૉક્ટરની બેદરકારીને લઇને એક મહિલાની મોતનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટર પર આરોપ છે કે, એક ખાનગી હોસ્પીટલમાં મહિલાની ડિલીવરી દરમિયાન ડૉક્ટરે બેદરકારી રાખતાં પેટમાં જ કાતર રહી ગઇ હતી, જેના કારણે ઇન્ફેક્શન લાગ્યું અને 15 દિવસ બાદ મહિલાનું મૃત્યુ થઇ ગયું હતું. પીડિત પરિવારની ફરિયાદને આધારે અલ્હાબાદ પોલીસે આરોપી ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે, પોલીસ ઓફિસરોનું કહેવુ છે કે ઓપરેશન બાદ થયેલા અલ્ટ્રાસાઉન્ડના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હજુ સુધી કોઇન ધરપકડ કરવામાં આવી નથી.

  • હોમ
  • ક્રાઇમ
  • UPમાં હોસ્પીટલની બેદરકારીઃ ઓપરેશન બાદ પેટમાં જ રહેવા દીધી કાતર, મહિલાનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.